શોધખોળ કરો
Advertisement
તહેવાની સિઝનમાં SBIએ ગ્રાહકોને આપી મોટી ભેટ, લોન્ચ કરી આ ખાસ સુવિધા
ગ્રાહક 1500થી વધારે શહેરોમાં 40000થી વધારે એવા વેપારીઓ અને દુકાનોના માધ્યમથી ખરીદી કરી શકશે જેમની પાસે જેમની પાસે પાઇન લેબ્સ બ્રાન્ડેડ પીઓએસ (POS) મશીન છે.
નવી દિલ્હી: એસબીઆઇએ રિટેલ સ્ટોરમાં જોવા મળી રહેલા ફૂટફોલને જોતાં મોટું પગલું ભર્યું છે. બેંકે મહાનવમીના અવસર પર પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. હવે એસબીઆઇના ગ્રાહકો માટે શોપિંગ કરવી વધુ સરળ બનશે. કારણ કે બેંક હવે પોતાના ડેબિટ કાર્ડ પર ઇએમઆઇ (EMI)નો વિકલ્પ લઈને આવી છે. એસબીઆઇના 30 કરોડ ડેબિટ કાર્ડ યૂઝર છે જેમાંથી 45 લાખ યૂઝર તેનો ફાયદો ઉઠાવી શકે છે.
ગ્રાહક 1500થી વધારે શહેરોમાં 40000થી વધારે એવા વેપારીઓ અને દુકાનોના માધ્યમથી ખરીદી કરી શકશે જેમની પાસે જેમની પાસે પાઇન લેબ્સ બ્રાન્ડેડ પીઓએસ (POS) મશીન છે. આ મશીનની કુલ સંખ્યા 4.5 લાખથી વધારે છે.
SBIના ચેરમેન રજનીશ કુમારે આ અવસર ઉપર કહ્યું હતું કે, 'અમે પોતાના ગ્રાહકો માટે આ પ્રૉડક્ટ લોન્ચ કરીને ખુશ છીએ. કારણ કે આ તહેવારની સિઝનમાં સુખદ ખરીદીનો અનુભવ થઇ શકે છે. ડૅબિટ કાર્ડ ઇએમઆઇ સુવિધાથી ગ્રાહકો માટે માસિક હપ્તાથી ઉપભોક્તાને ખરીદી કરવી સરળ રહેશે.
અત્યારે આખી રકમ ચૂકવ્યા વગર જ દુકાનોના માધ્યમથી ખરીદી કરી શકશે. અમારું માનવું છે કે, આ નવા પ્રૉડક્ટની શરુઆતના માધ્યમથી બેન્કની પરેશાની મુક્ત ખરીદી અને પેપરલેસ લોનની રજૂઆત કરવા માટે એક ડગલું આગળ વધાર્યું છે.'
આ સુવિધા અંતર્ગત ગ્રાહકોને ઝીરો ડોક્યૂમેન્ટેશન, કોઇ જ પ્રકારની પ્રૉસૅસિંગ ફીસ નહીં, બ્રાન્ચ પર જવાની જરૂ નહીં, ઇન્સ્ટેન્ટ ડિસ્પર્સલ અને પસંદગીની બ્રાન્ડ ઉપર ઝીરો ટકા દર ઉપર ઇએમઆઇની સુવિધા છે. ટ્રાન્ઝેક્શન થયાના એક મહિના પછી એમએમઆઇની શરુઆત થશે.
હાઈ ક્રેડિટ સ્કોર ધરાવનાર દરેક ગ્રાહકોને લોન પ્રાપ્ત માટે યોગ્ય માનવામાં આવશે. આવા ગ્રાહકોને બેન્ક તરફથી SMS અને ઇમેલ Emailના માધ્યમથી નિયમિત રીતે સંદેશ મોકલવામાં આવી રહ્યો છે. લોન માટે યોગ્યતા તપાસવા માટે ગ્રાહક પોતાના રજિસ્ટર મોબાઇલ નંબરથી 567676 ઉપર DCEMI લખીને એસએમએસ મોકલી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion