Stock Market Crash: અમેરિકા બાદ ભારતીય શેરબજારમાં ભૂકંપ, સેન્સેક્સ 800 પોઇન્ટ તૂટ્યો
અમેરિકન બજારની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે. અહીં આજે એન્જલ વનના શેર 4 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે

અમેરિકાના શેરબજારમાં હાહાકાર મચી ગયો છે. ગુરુવારે રાત્રે અમેરિકન માર્કેટમાં નાસ્ડેક લગભગ 6 ટકા ઘટ્યો હતો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડેક્સમાં 1600 પોઈન્ટ અથવા લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. S&P 500 પણ લગભગ 5 ટકા ઘટ્યો હતો. તેની અસર આજે ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં ધીમે ધીમે ઘટાડો જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઘટ્યો છે, જ્યારે નિફ્ટીમાં પણ 300 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી હાલમાં 23000ના સ્તરથી નીચે ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે સેન્સેક્સ 75500ની નીચે જોવા મળી રહ્યો છે. જોકે, નિફ્ટી બેન્ક 90 પોઈન્ટ નીચે છે. બીએસઈના ટોચના 30 શેરોમાંથી 26 શેરો ભારે નુકસાન સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે એચડીએફસી બેન્ક, ભારતી એરટેલ અને 2 અન્ય શેરો વધી રહ્યા છે. સૌથી મોટો ઘટાડો ટાટા મોટર્સના શેરમાં 4 ટકાનો રહ્યો છે. આ પછી ટાટા સ્ટીલ અને એલ એન્ડ ટીના શેરમાં પણ લગભગ 2.5 ટકાનો ઘટાડો થયો છે.
આ શેર તૂટી ગયા
અમેરિકન બજારની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી રહી છે. અહીં આજે એન્જલ વનના શેર 4 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. ટ્રમ્પ ટેરિફને કારણે ટાટા મોટર્સના શેરમાં 4 ટકાનો ઘટાડો થયો છે. હિન્દુસ્તાન કોપર્સના શેરમાં 3 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને Mazagon Dockના શેરમાં 6 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત વેદાંતના શેરમાં 5.28 ટકાનો ઘટાડો થયો છે.
રિલાયન્સના શેરમાં ૩ ટકાથી વધુનો ઘટાડો થયો
વૈશ્વિક તણાવને કારણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL શેર) ના શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. રિલાયન્સના શેર 3.25 ઘટીને 1205 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યા છે. બીજી તરફ HDFC બેન્કે બજારને સંભાળવાનો પ્રયાસ કર્યો છે. જે 2.35 ટકાના વધારા સાથે પ્રતિ શેર 1837 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે, જેના કારણે નિફ્ટી બેન્ક હવે ગ્રીન ઝોનમાં આવી ગઈ છે.
NSE પર 2,518 શેરોમાંથી 531 શેરો વધી રહ્યા છે જ્યારે 1,934 શેરો ઘટાડા તરફ ટ્રેડ કરી રહ્યા છે. આ ઉપરાંત 53 શેર યથાવત દેખાઈ રહ્યા છે. 18 શેર લોઅર સર્કિટ પર છે અને 124 શેર અપર સર્કિટ પર છે. 20 શેર 52 વીક લો અને 22 શેર 52 વીક હાઇ પર પહોચ્યા છે.
Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે શેર બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. ABP અસ્મિતા ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.





















