શોધખોળ કરો

જો તમે 2016-17માં ગોલ્ડ બોન્ડમાં રોકાણ કર્યું હશે તો આટલા રૂપિયા મળશે, RBIએ ડિમેપ્શન પ્રાઈસ કરી નક્કી

Sovereign Gold Bond: 2016માં સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનામાં રોકાણ કરનારા રોકાણકારોને 122.44 ટકાનું વળતર મળવા જઈ રહ્યું છે. RBIએ રિડેમ્પશન પ્રાઈસ નક્કી કરી દીધો છે.

Sovereign Gold Bond Scheme: ભારતીય રિઝર્વ બેંક (RBI)એ સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના (Sovereign Gold Bond Scheme)નો રિડેમ્પશન પ્રાઈસ (Redemption Price) જાહેર કરી દીધી છે. 5 ઓગસ્ટ 2024ના રોજ રિડીમ થનારા 2016-17 સિરીઝ I (SGB 2016 17 Series I)ના સોવરેન ગોલ્ડ બોન્ડનો અંતિમ રિડેમ્પશન પ્રાઈસ 6938 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. આ ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારા રોકાણકારોને 8 વર્ષમાં તેમના રોકાણ પર લગભગ 122.44 ટકાનું વળતર મળશે. આ સિરીઝના સોવરેન ગોલ્ડ બોન્ડ 3119 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે જારી કરવામાં આવ્યા હતા. RBIએ જણાવ્યું કે 29 જુલાઈથી 2 ઓગસ્ટ 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન સોનાની સરેરાશ કિંમતના આધારે સોવરેન ગોલ્ડ બોન્ડનો રિડેમ્પશન પ્રાઈસ નક્કી કરવામાં આવી છે.

ભારતીય રિઝર્વ બેંકે પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું કે 5 ઓગસ્ટ 2016ના રોજ સોવરેન ગોલ્ડ બોન્ડ યોજના હેઠળ 2016-17 સિરીઝ Iનો સોવરેન ગોલ્ડ બોન્ડ જારી કરવામાં આવ્યો હતો. નિયમો અનુસાર ગોલ્ડ બોન્ડ જારી કરવાની તારીખથી આઠ વર્ષ પૂરા થયા પછી ગોલ્ડ બોન્ડના અંતિમ રિડેમ્પશનનો નિયમ છે. આવતા અઠવાડિયે સોમવાર 5 ઓગસ્ટ, 2024ના રોજ અંતિમ રિડેમ્પશનની તારીખે રોકાણકારોને ગોલ્ડ બોન્ડમાં રોકાણના બદલામાં ચુકવણી કરવામાં આવશે.

RBIએ જણાવ્યું કે સોવરેન ગોલ્ડ બોન્ડનો રિડેમ્પશન પ્રાઈસ રિડેમ્પશનની તારીખ પહેલાના અઠવાડિયામાં સોમવારથી શુક્રવાર સુધી 999 શુદ્ધતા વાળા સોનાની સરેરાશ ક્લોઝિંગ પ્રાઈસના આધારે નક્કી થાય છે જે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન લિમિટેડ (India Bullion and Jewellers Association Ltd) દ્વારા જાહેર કરવામાં આવે છે. RBIના જણાવ્યા મુજબ આ આધાર પર 5 ઓગસ્ટ 2024ના રોજ જે સોવરેન ગોલ્ડ બોન્ડનું અંતિમ રિડેમ્પશન થવાનું છે તેના માટે 6938 રૂપિયા પ્રતિ યુનિટ સોવરેન ગોલ્ડ બોન્ડનો રિડેમ્પશન પ્રાઈસ નક્કી કરવામાં આવી છે. RBIના જણાવ્યા મુજબ 29 જુલાઈથી 2 ઓગસ્ટ, 2024 વચ્ચે સોનાની ક્લોઝિંગ પ્રાઈસની આ સરેરાશ કિંમત છે.

જોકે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારાઓને થોડું ઓછું વળતર મળશે. 23 જુલાઈ 2024ના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોના પરની આયાત જકાત 15 ટકાથી ઘટાડીને 6 ટકા કરી દીધી. આ જાહેરાત પછી સોનાની કિંમતોમાં મોટો ઘટાડો આવ્યો. જે સોનું 75000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ વેપાર કરી રહ્યું હતું તે ઘટીને 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નીચે આવી ગયું છે. એક અંદાજ મુજબ બજેટ જાહેરાતને કારણે સોવરેન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને લગભગ 500 રૂપિયા પ્રતિ ગ્રામ ઓછો નફો થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....
વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: APMCમાં હિત કોનું?Hun To Bolish: હું તો બોલીશ : રોડનું વચન ખાડામાં !Surat News: જાહેરમાં કચરો નાખનાર-થૂકનારને આકરો દંડ થશે, સુરત મનપાએ સ્વચ્છતા મુદ્દે કસી કમરBanaskantha Horse Race: ગુજરાતમાં અહીં ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વ દોડ , 750 વર્ષ જૂની છે પરંપરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....
વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
IND vs NZ Test: ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો, જેના લીધે પોતાના ઘરમાં રોહિત 'બ્રિગેડ'ની થઈ કારમી હાર
IND vs NZ Test: ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો, જેના લીધે પોતાના ઘરમાં રોહિત 'બ્રિગેડ'ની થઈ કારમી હાર
વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભાજપ ક્યાંય હરીફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત
વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભાજપ ક્યાંય હરીફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત
IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત
IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત
ચોર સ્કૂટી ચોરવા આવ્યા હતા, પણ પોતાનું જ વાહન જ મુકી ઊભી પૂંછડીએ ભાગ્યા, જુઓ મજેદાર વીડિયો
ચોર સ્કૂટી ચોરવા આવ્યા હતા, પણ પોતાનું જ વાહન જ મુકી ઊભી પૂંછડીએ ભાગ્યા, જુઓ મજેદાર વીડિયો
Embed widget