ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
Pew Research Report: હિન્દુઓની વસ્તી આવનારા સમયમાં 35 કરોડની આસપાસ વધવાની છે. જ્યારે 2010માં કુલ 23.2 ટકા મુસ્લિમ હતા જે 2050માં વધીને 29.7 ટકા થઈ શકે છે.

Pew Research Report: 2050 સુધીમાં વિશ્વમાં કયા ધર્મના સૌથી વધુ અનુયાયીઓ હશે તે અંગે પ્યૂ રિસર્ચ સેન્ટરે આંકડા જાહેર કર્યા. આ આંકડા જોતાં જાણવા મળે છે કે ઇસ્લામ સૌથી ઝડપથી વધતો ધર્મ છે અને પછી ક્રિશ્ચિયન ધર્મની સંખ્યા વિશ્વભરમાં બીજા નંબરે હશે. જોકે પ્યૂએ એવા લોકોની સંખ્યા પણ જાહેર કરી છે જે કોઈ ધર્મને માનતા નથી. તમને જાણીને આશ્ચર્ય થશે કે 2050 સુધીમાં 62 ટકા લોકો કોઈ ધર્મને નહીં માને. પ્યૂએ અમેરિકન યુવાનોને પૂછાયેલા પ્રશ્નના આધારે આ દાવો કર્યો છે અને ડેટા જાહેર કર્યો છે. ચાલો જાણીએ આ પ્રશ્નના જવાબમાં અમેરિકન યુવાનોએ શું કહ્યું.
અમેરિકન યુવાનોએ શું કહ્યું
અમેરિકાના યુવાનોએ કહ્યું કે 2050 સુધીમાં સમગ્ર વિશ્વમાં 62 ટકા એવા લોકોની વસ્તી હશે જે કોઈ ધર્મને નહીં માને. જ્યારે 15 ટકા લોકોનું કહેવું છે કે આવા લોકોની વસ્તી ઘટશે. 22 ટકાએ કહ્યું કે જે આજે બિન ધાર્મિક લોકોનો આંકડો છે તે જ રહેશે. બે ટકા લોકોએ કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો.
2050માં કેટલી હશે કયા ધર્મની વસ્તી
2050માં વિશ્વમાં મુસ્લિમ વસ્તીની વાત કરીએ તો પ્યૂ અનુસાર તે 2 અબજ 76 કરોડથી વધુ હોઈ શકે છે. 2010માં વિશ્વમાં મુસ્લિમ વસ્તી 1 અબજ 60 કરોડની આસપાસ હતી. જ્યારે હિન્દુ વસ્તી 1 અબજ 38 કરોડની આસપાસ હોઈ શકે છે. પ્યૂના રિપોર્ટ મુજબ, 2010થી 2050 વચ્ચે સૌથી વધુ ઝડપથી મુસ્લિમોની સંખ્યામાં વૃદ્ધિ થશે. 2010ની સરખામણીમાં 2050માં મુસ્લિમોની સંખ્યા 73 ટકા વધી શકે છે. બીજી તરફ હિન્દુઓની સંખ્યા માત્ર 34 ટકા વધવાનો અંદાજ છે. હિન્દુઓ કરતાં વધુ 35 ટકા ક્રિશ્ચિયન ધર્મ માનનારાઓની સંખ્યા વધી શકે છે.
હિન્દુઓની વસ્તી આવનારા સમયમાં 35 કરોડની આસપાસ વધવાની છે. જ્યારે 2010માં કુલ 23.2 ટકા મુસ્લિમ હતા જે 2050માં વધીને 29.7 ટકા થઈ શકે છે.
હાલમાં, ઇન્ડોનેશિયા વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ 2050 સુધીમાં ભારતમાં વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસ્તી હશે. 2050 સુધીમાં ભારતની વસ્તી આશરે 166 કરોડ હોવાનો અંદાજ છે. જો પ્યુ રિસર્ચનો અંદાજ સાચો છે, તો ત્યાં સુધીમાં ભારતમાં 78% હિંદુ અને 18% મુસ્લિમ હશે.
આ પણ વાંચોઃ
ફેબ્રુઆરીમાં સરકાર બનાવી દો હું બધાના...', દિલ્હીની જનતાને અરવિંદ કેજરીવાલનું મોટું વચન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
