પશ્ચિમ રેલવેએ આ ટિકિટના દરમાં 300 ટકાનો તોતિંગ વધારો ઝીંકી દીધો, જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ટોંચ ઉપર પહોંચી ત્યારે પશ્ચિમ રેલવેએ ફેબુ્રઆરી ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધુ હતુ
પશ્ચિમ રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના દરમાં ૩૦૦ ટકાનો વધારો ઝીંકી દીધો છે. આજથી અમલમાં આવેલા દર મુજબ હવે પ્લેટફોર્મ ટિકિટના ૩૦ રૂપિયા ચુકવવા પડશે જે પહેલા 10 રૂપિયા હતા. પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા, આણંદ, નડિયાદ, ભરૂચ અને અંકલેશ્વર સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ટિકિટના દર ૩૦ રહેશે. જ્યારે અન્ય સ્ટેશનો ઉપર ૨૦ રૂપિયા રહેશે.
પ્લેટફોર્મ ટિકિટના દરોમાં આ વધારો ૨૨ ઓગસ્ટ સુધી અમલમાં રહેશે. કોરોનાની બીજી લહેર ટોંચ ઉપર પહોંચી ત્યારે પશ્ચિમ રેલવેએ ફેબ્રુઆરી ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધુ હતુ. અને મુસાફર સિવાય અન્ય કોઇને સ્ટેશન ઉપર પ્રવેશવા ઉપર પ્રતિબંધ હતો. જો કે બાદમાં રજૂઆત કરાતા પ્લેટફોર્મ ટિકિટ ફરી શરૂ કરાઈ. ટિકિટના દર તો ફેબ્રુઆરીમાં જ નક્કી કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર ટોંચ ઉપર પહોંચી ત્યારે પશ્ચિમ રેલવેએ ફેબુ્રઆરી ૨૦૨૧થી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ જ બંધ કરી દીધુ હતુ અને મુસાફર સિવાય અન્ય કોઇને સ્ટેશન ઉપર પ્રવેશવા ઉપર પ્રતિબંધ હતો. બાદમાં પેસેન્જર્સ એસોસિએશનો દ્વારા આ અંગે રજૂઆત કરાતા પ્લેટફોર્મ ટિકિટ ફરી શરૂ કરાઇ છે. હવે જો તા.૨૨ ઓગસ્ટ સુધીમાં કોરોનાના કેસો વધશે તો ફરીથી પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ બંધ કરી દેવાશે અને જો કોરોનાની સ્થિતિ સામાન્ય બની જશે તો ટિકિટના દરમાં ઘટાડાની પણ શક્યતાઓ છે.
કોરોના મહામારીના લીધે લાંબા અંતરની ટ્રેનોમાં પ્રવાસીઓ મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ઘણી વખત ટિકિટ બુક કરાવ્યા બાદ મુસાફરી કરવી હિતાવહ ન હોઈ બુક કરાવેલી ટિકિટ રદ કરાવતા અગાઉ રિફંડ માટે પ્રવાસીઓને ઘણી રાહ જોવી પડતી હતી ત્યારે હવે આયઆરટીસી દ્વારા આય-પે અને ઓટો-પેની સુવિધા આપવામાં આવી છે. જેથી ટિકિટ કેન્સલ કરાવતાની સાથે તરત જ બેંકના ખાતામાં રૂપિયા જમા થઈ જશે.
આયઆરટીસી દ્વારા બે પોર્ટલમાં આયપે અને ઓટોપે ઓપ્શન આપવામાં આવ્યું છે. જેનાથી યુપીઆઈ બેંક ખાતાની મદદથી કેન્સલ થયેલી ટિકિટનું બેંકના ખાતામાં જમા થઈ જશે.