શોધખોળ કરો
Advertisement
આ નંબર પર મિસ્ડ કોલ કરી જાણો તમારા PF એકાઉન્ટ બેલેન્સની જાણકારી, SMSથી પણ મળશે વિગતો
જો EPFO સભ્યનો UAN કોઈ એક બેંક ખાતા, આધાર અને પેન નંબર સાથે જોડાયેલો હોય તો સભ્યના EPF ખાતાની અંતિમ અપડેટ મળી શકે છે.
પીએફ એટલે કે પ્રોવિડન્ટ ફંડમાં તમારા એ રૂપિયા હોય છે જે તમારા પગારમાંથી કાપવામાં આવતા હોય છે. કંપની તમારા પીએફ સાથે જોડાયેલ જાણકારી આપે છે. પરંતુ ઘણાં લોકો એવા હોય છે જેમને પોતાના પીએફ એકાઉન્ટ બેલેન્સની વિશે કોઈ જાણકારી નથી હોતી. કોરોના મહામારીના આ સમયમાં ઘણાં એવા લોકો છે જેમની નોકરી છૂટી ગઈ છે. હવે પીએફના રૂપિયા ઉપાડવા માગે છે પરંતુ તેમને એ નથી ખરબ હોતી કે તેમના ખાતામાં કેટલા રૂપિયા છે. તો અમે તમને જણાવી રહ્યા છીએ કે કેવી રીતે તમે તમારા પીએફ એકાઉન્ટનું સ્ટેટસ જાણી શકો છો. પીએફ બેલેન્સ ચેક કરવાની સૌથી સરળ રીત છે મિસ્ડ કોલ અથવા એસએમએસ. ઉપરાંત તમે ઈપીએફની સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ તમારું બેલેન્સ ચેક કરી શકો છો.
PF બેલેન્સ જાણવા માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર 011-22901406 પર મિસ્ડ કોલ કરવો જરૂરી છે. મિસ્ડ કોલ કર્યા પછી તમને એક એસએમએસ મળશે અને એમાં તમામ જાણકારી મળી જશે. હવે જ્યારે 011-22901406 પર તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી કોલ કરશો તો બે-ચાર રિંગ વાગ્યા પછી તરત ફોન કપાઈ જશે. EPFOના સભ્યો માટે આ સેવા બિલકુલ ફ્રી છે.
જો EPFO સભ્યનો UAN કોઈ એક બેંક ખાતા, આધાર અને પેન નંબર સાથે જોડાયેલો હોય તો સભ્યના EPF ખાતાની અંતિમ અપડેટ મળી શકે છે. આ માટે તમારે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 7738299899 પર એસએમએસ મોકલવો પડશે. આ માટે એસએમએસ કંપોઝ કર્યા પછી EPFOHO પછી સ્પેસ આપીને UAN નંબર નાખીને એને 7738299899 પર મોકલી દો. આનાથી તમને EPF એકાઉન્ટની જાણકારી એસએમએસથી મળી જશે. આ સુવિધા અંગ્રેજી અને હિંદી સહિત 10 ભાષાઓમાં ઉપલબ્ધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion