(Source: ECI/ABP News/ABP Majha)
Chandrayaan-3: ચંદ્રાયાનનું અંતિમ ડીબૂસ્ટિંગ પણ રહ્યું સફળ, હવે સોફ્ટ લેન્ડિંગની તૈયારી, 23 ઓગસ્ટ આ કારણે મહત્વપૂર્ણ
ઈસરોએ રવિવારે વહેલી સવારે કહ્યું કે ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. હવે મોડ્યુલનું આંતરિક પરીક્ષણ કરવામાં આવશે. ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગની શરૂઆત 23 ઓગસ્ટથી શરૂ થવાની ધારણા છે
Chandrayaan-3: ઈસરોએ રવિવારે વહેલી સવારે કહ્યું કે ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. હવે મોડ્યુલનું આંતરિક પરીક્ષણ કરવામાં આવશે. ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગની શરૂઆત 23 ઓગસ્ટથી શરૂ થવાની ધારણા છે
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 18, 2023
The Lander Module (LM) health is normal.
LM successfully underwent a deboosting operation that reduced its orbit to 113 km x 157 km.
The second deboosting operation is scheduled for August 20, 2023, around 0200 Hrs. IST #Chandrayaan_3#Ch3 pic.twitter.com/0PVxV8Gw5z
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ રવિવારે વહેલી સવારે કહ્યું કે, ચંદ્રયાન-3નું બીજું અને અંતિમ ડિબૂસ્ટિંગ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. ઈસરોએ ચંદ્રયાન-3ની ઝડપ ઘટાડવા અને તેને ચંદ્રની નજીકની ભ્રમણકક્ષામાં મોકલવા માટે જરૂરી કામ હાથ ધર્યું છે. આ પછી હવે મોડ્યુલનું આંતરિક પરીક્ષણ કરવામાં આવશે. પોવર ડિસેન્ટ 23 ઓગસ્ટથી શરૂ થવાની ધારણા છે. જે દરમિયાન ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ પૂર્ણ થશે. ડીબૂસ્ટિંગ એ ચંદ્રયાનને એવી ભ્રમણકક્ષામાં મૂકવા માટે ધીમી કરવાની પ્રક્રિયા છે જ્યાં ભ્રમણકક્ષાનું ચંદ્રની સૌથી નજીકનું બિંદુ (પેરિલ્યુન) 30 કિમીના અંતરે છે. અને સૌથી દૂરનું બિંદુ (એપોલો) 100 કિમી દૂર છે.
ઇસરોએ અગાઉ કહ્યું હતું કે, લેન્ડર મોડ્યુલ (LM)ની સ્થિતિ સામાન્ય છે. એલએમએ સફળતા પૂર્વક એક ડિબૂસ્ટિંગ ઓપરેશન કર્યું. જેમાં તેની કક્ષા 113 કિમીથી x157 સુધી ઘટી ગઇ છે. બીજું ડિબૂસ્ટિંગ ઑપરેશન 20 ઑગસ્ટના રોજ આશરે 0200 કલાકે IST પર નિર્ધારિત છે. ચંદ્રયાન-3 મિશનના લેન્ડરનું નામ વિક્રમ સારાભાઈ (1919-1971)ના નામ પરથી રાખવામાં આવ્યું છે. જેમને ભારતીય અવકાશ કાર્યક્રમના જનક માનવામાં આવે છે. ISRO હાલમાં ચંદ્ર પર સફળ સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જેના કારણે ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી આ સિદ્ધિ મેળવનાર વિશ્વનો ચોથો દેશ બની જશે.
આ પણ વાંચો
Gujarat Rain: ડભોઈ, વાઘોડિયામાં વરસાદ, ખેતીપાકને મળશે જીવતદાન
Pakistan Bus Fire News: પાકિસ્તાનમાં બસમાં લાગી આગ, 35 લોકોના દર્દનાક મોત
SSC Exam: સ્ટાફ સિલેક્શન કમિશને જાહેર કર્યુ એસએસસી પરીક્ષાનું કેલેન્ડર, આ રીતે કરો ચેક