Delhi Corona Updates: દિલ્હીમાં કોરોનાના નવા 1354 કેસ નોંધાયા, પોઝિટિવી રેટમાં થયો વધારો
છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1354 કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવિટી રેટ વધીને લગભગ આઠ ટકા થઇ ગયો છે
નવી દિલ્હીમાં ફરી એકવાર કોરોના નવા કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1354 કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવિટી રેટ વધીને લગભગ આઠ ટકા થઇ ગયો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 17,732 લોકોની તપાસ કરવામાં આવી છે.
Delhi reports 1,354 fresh Covid19 infections today; Active cases at 5,853 pic.twitter.com/G1ndRi39UG
— ANI (@ANI) May 4, 2022
દરમિયાન છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક દર્દીએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે 1486 લોકો ડિસ્ચાર્જ થયા છે. દિલ્હીમા પોઝિટિવિટી રેટ 7.64 ટકા નોંધાયો હતો. હાલમાં દિલ્હીમાં કોરોનાના કુલ 5853 એક્ટિવ કેસ છે અને 1343 કન્ટેન્ટ ઝોન છે. બુધવારે નોંધાયેલા નવા કેસ સહિત કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 18,88,404 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક 26,177 થઈ ગયો છે.મંગળવારે દિલ્હીમાં કોવિડ-19ના 1414 કેસ નોંધાયા હતા અને પોઝિટિવિટી રેટ 5.97 ટકા નોંધાયો હતો. સોમવારે દિલ્હીમાં 1076 કેસ નોંધાયા હતા.
દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા હજુ પણ ઘણી ઓછી છે. પ્રતિબંધો વિશે પૂછવામાં આવેલા પ્રશ્ન પર તેમણે કહ્યું કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને વર્તમાન પરિસ્થિતિ એટલી ગંભીર નથી. અમે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓ માટે હોસ્પિટલોમાં 10,000 બેડ અનામત રાખ્યા છે, જેમાંથી 200 થી ઓછા દર્દીઓ દાખલ છે.
નોરા ફતેહીનું આ સ્ટાર ડાન્સર સાથે ચાલતુ હતુ અફેર, ડાન્સરે ખુદ કર્યો રિલેશનશીપ અંગે ખુલાસો.....
વિચિત્ર કિસ્સોઃ દફનાવવાની તૈયારીઓ ચાલી રહી હતી ત્યાં જ મહિલા શબપેટીમાંથી જીવીત નીકળી ને પછી.......