શોધખોળ કરો
Advertisement
ઇન્કમટેક્સ રિફંડનો મેસજ આવે અને બેંક ડિટેલ માંગે તો આપતા નહીં, જાણો કેમ?
તમને ઇન્કમટેક્સના નામે મેસેજ આવે અને તેમાં બેંક ડિટેલ વેરિફાઇ કરવાનું જણાવવામાં આવે તો તમારે ચેતી જવું જોઇએ. જો તમે મેસેજમાં આપેલી લીંકમાં જઈને તમારી વિગતો આપશો, તો તમે ફ્રોડનો ભોગ બની શકો છો.
નવી દિલ્લીઃ અત્યારે દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. ત્યારે દરેક લોકોને પૈસાની જરૂર હોય છે. ત્યારે તમને આ સમયે અટવાયેલા નાણા પરત આવવાની આશા હોય છે. પરંતુ ક્યારેક ઓનલાઇન ફ્રોડનો શિકાર બનવાની શક્યતા છે. ત્યારે ઇન્કમટેક્સ વિભાગે લોકોને રિફંડના નામે આવતાં ફેક મેસેજથી સાવચેત રહેવા અપીલ કરી છે.
પીઆઇબી ફેક્ટ ચેક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તમને ઇન્કમટેક્સના નામે મેસેજ આવે અને તેમાં બેંક ડિટેલ વેરિફાઇ કરવાનું જણાવવામાં આવે તો તમારે ચેતી જવું જોઇએ. જો તમે મેસેજમાં આપેલી લીંકમાં જઈને તમારી વિગતો આપશો, તો તમે ફ્રોડનો ભોગ બની શકો છો. ઇન્કમટેક્સ વિભાગ પાસે તમારા બેંક એકાઉન્ટની તમામ વિગતો હોય જ છે, જેથી આ પ્રકારની વિગતો તમારે આપવાની હોતી નથી. પરંતુ તમે આ પ્રકારના મેસેજથી ભ્રમિત થશો, તો તમે ફ્રોડનો ભોગ બની શકો છો.
Don't let #frauds like this ruin your festive fervour! Celebrate #Dhanteras2020 the way it is meant to be celebrated with joy and enthusiasm, NOT scams. This #Diwali2020 be aware and #BurstFakeNews #PIBFactcheck #HappyDhanteras #HappyDiwali #धनतेरस pic.twitter.com/Ux8Gberu0X
— PIB Fact Check (@PIBFactCheck) November 12, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement