શોધખોળ કરો
Advertisement
ગાંધીનગરઃ આવતીકાલે વિધાનસભાના બજેટ સત્રનો છેલ્લો દિવસ, જાણો ક્યા બિલ થશે રજૂ?
ગુજરાત વિધાનસભાના બજેટના છેલ્લા દિવસમાં ચાર સરકારી બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે.
ગાંધીનગરઃગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આવતીકાલે છેલ્લો દિવસ છે.ગુજરાત વિધાનસભાના બજેટના છેલ્લા દિવસમાં ચાર સરકારી બિલ ગૃહમાં રજૂ કરવામાં આવશે. મળતી જાણકારી અનુસાર, ગૃહના છેલ્લા દિવસે પાણી ચોરી, સિંચાઇ અને પાણી નિકાસ વ્યવસ્થા સુધારા બિલ રજૂ કરાશે.
મળતી વિગતો અનુસાર, સરકાર દ્ધારા કેનાલમાં થતા નુકસાન અને પાણી ચોરી અટકાવવા માટેના કાયદાની જોગવાઇઓ અને દંડ વધુ કડક કરવા સંબંધિત બિલ રજૂ કરાશે. તે સિવાય રૂપાણી સરકાર સિંચાઈ અને પાણી નિકાલ વ્યવસ્થા સુધારા બિલ પણ લાવવામાં આવશે.
ઉપરાંત ઘરપવરાશના પાણીનો થતો બગાડ અટકાવવા અને અનધિકૃત જોડાણો પર અંકુશ લાવવા અંગેનું બિલ પણ રજૂ કરાશે. ખેતીની જમીન કાયદા સુધારા, સ્થાનિક સત્તા મંડળ અને નગરરચના કાયદા સુધારા બિલ, રજૂ કરાશે. ગૃહનો અંતિમ દિવસમાં સવારે 10 વાગ્યાથી બપોરના અઢી વાગ્યા સુધી સત્ર ચાલશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
ગુજરાત
Advertisement