શોધખોળ કરો

Gandhinagar: 800 કરોડના ખર્ચે આ હાઈવે બનશે સિક્સ લેન, અમદાવાદ-સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વેને લઈને સામે આવી મોટી માહિતી

ગાંધીનગર: મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને રાજ્યના અગત્યના માર્ગોના વિકાસ માટે રૂ.૨૪૭.૩૫ કરોડના કામો મંજૂર કરવા સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ મંજૂરીઓ આપી હતી.

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશનની કામગીરીની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને રાજ્યના અગત્યના માર્ગોના વિકાસ માટે રૂ.૨૪૭.૩૫ કરોડના કામો મંજૂર કરવા સાથે અન્ય કેટલીક મહત્વપૂર્ણ મંજૂરીઓ આપી હતી.

રાજ્ય સરકારના સાહસ ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા સમગ્ર રાજ્યમાં કુલ ૧૮૮.૯ કિલો મીટર લંબાઈના વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રિસરફેસિંગ, વિસ્તૃતીકરણ વગેરે માટે કુલ રૂ.૨૯૯૯.૮ કરોડના કામો પ્રગતિમાં છે તેની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી.

જેમાં ભરૂચ-દહેજ રોડ પર સિક્સ લેન એલિવેટેડ કોરિડોર, ભરૂચ-દહેજ એક્સપ્રેસ વે, વટામણ-પીપળી હાઈસ્પીડ કોરિડોર, ભૂજ-ભચાઉ હાઈસ્પીડ કોરિડોર, કીમ-માંડવી રસ્તાનું આધુનીકરણ, સચાણા ગામ પાસે રેલવે ઓવરબ્રિજ વગેરે અગત્યના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ-વિરમગામ-માળીયા રસ્તા પર શાંતિપૂરાથી ખોરજ સેકશનને રૂ.૮૦૦ કરોડના અંદાજીત ખર્ચે સિક્સ લેન કરવાની કામગીરી માટે પણ આ બેઠકમાં મંજૂરી આપી હતી.આ માર્ગના નિર્માણના પરિણામે સમગ્ર સાણંદ ઔધોગિક વિસ્તારને લાભ થશે તેમજ જી.આઈ.ડી.સી. ખાતેના નવા રોકાણકારો-ઉદ્યોગકારોને વધુ સારી સુવિધા મળશે. આનાથી વધુ નવા રોકાણો પણ આકર્ષિ શકાશે.

 મુખ્યમંત્રીએ રાજ્યમાં અગત્યના માર્ગોના નિર્માણની માર્ગ વિકાસ નિગમ હસ્તકની કામગીરી વધુ ઝડપી બનાવી તેની ગુણવત્તા અંગે વિશેષ ધ્યાન રાખવાની આ બેઠકમાં સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.

મુખ્યમંત્રીએ જી.એસ.આર.ડી.સી.ની આ સમીક્ષા બેઠકમાં મુખ્યત્વે જે કામોની મંજૂરી આપી છે તેમાં વટામણ પીપળી રોડ પર શ્રી ભેટડીયા દાદા મંદિર તરફ જતાં રસ્તાની સામે રૂ.૧૩.૬૧ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ અને પીપળી ગામ સામે રૂ.૧૫ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસનો સમાવેશ થાય છે. 

આ ઉપરાંત ભૂજ-ભચાઉ રસ્તા પર બી.કે.ટી. ફેક્ટરી સામે રૂ.૨૭ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ, ધાણેટી ગામે પાસે રૂ.૧૭.૫૦ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ, ભદ્રોઇ ગામ સામે રૂ.૧૪.૨૫ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ, દૂધઇ ગામ પાસે રૂ.૧૭ કરોડના ખર્ચે નવીન વ્હીકલ અંડરપાસ એમ કુલ રૂ.૭૬ કરોડના ખર્ચે ૪ નવીન વ્હીકલ અંડરપાસની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી.

આ કામોને મંજૂરી મળતા સ્થાનિક ટ્રાફિકનો લાંબા અંતરના ટ્રાફિક સાથેનો સંઘર્ષ ટળશે અને ભુજ-ભચાઉ રસ્તાનો ઉપયોગ કરતાં વાહનોને ઝડપી, અંતરાય રહિત પરિવહનનો લાભ મળશે તથા અકસ્માત ઘટશે.ગુજરાત સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા આ બેઠકમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં રૂ.૯૩૭ કરોડના ખર્ચે હાથ ધરાઇ રહેલ ભૂજ-નખત્રાણા તેમજ રૂ.૭૬.૬૫ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવી રહેલ રિસરફેસના કામોની મુખ્યમંત્રીને વિગતો આપવામાં આવી હતી. 

મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલે આ નાંણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ની બજેટ જોગવાઇમાં સૂચવાયેલા નમો શક્તિ એક્સપ્રેસ વે તથા અમદાવાદ-સોમનાથ-દ્વારકા એક્સપ્રેસ વે વગેરે કામોની જમીન સંપાદન અને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટની પ્રક્રિયા ઝડપી બનાવીને આ યોજનાઓ સમયસર શરૂ થાય તેવા આયોજન માટેની જરૂરી વ્યવસ્થા ઊભી કરવા દિશાનિર્દેશો આપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો

વિડિઓઝ

Kutch Cyber Fraud: કચ્છમાં સૌથી મોટા સાયબર રેકેટનો પર્દાફાશ
Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના
Himmatnagar Closed: ‘હુડા' નો જોરદાર વિરોધ, હિંમનતગર સવારથી સજ્જડ બંધ
Japan Earthquake news: જાપાનમાં 6.5ની તિવ્રતાનો વિનાશકારી ભૂકંપ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
Union Cabinet: વસ્તી ગણતરીને લઈ કેન્દ્ર સરકારની મોટી જાહેરાત,11718 કરોડનું બજેટ મંજૂર
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
ભારતમાં લોન્ચ થઈ ડાયાબિટીસને કંટ્રોલ કરનારી દવા  Ozempic, જાણો શું છે કિંમત 
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
શેર બજારમાં શાનદાર તેજી, સેન્સેક્સ 450 પોઈન્ટના વધારા સાથે બંધ, નિફ્ટી 26000 ને પાર
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Jio ના 90 દિવસના સસ્તા પ્લાનમાં યૂર્ઝસને મળશે શાનદાર ફાયદાઓ, જાણી લો
Year Ender 2025: ગોવા,કાશ્મીર,માલદીવ્સ કે મનાલી નહીં, આ વર્ષે સૌથી વધુ સર્ચ થયું આ શહેર
Year Ender 2025: ગોવા,કાશ્મીર,માલદીવ્સ કે મનાલી નહીં, આ વર્ષે સૌથી વધુ સર્ચ થયું આ શહેર
HDFC બેંકના કસ્ટમર્સ ધ્યાન આપે! 13 ડિસેમ્બરે 4 કલાક કામ નહીં કરે UPI, જાણો શું છે ટાઈમિંગ
HDFC બેંકના કસ્ટમર્સ ધ્યાન આપે! 13 ડિસેમ્બરે 4 કલાક કામ નહીં કરે UPI, જાણો શું છે ટાઈમિંગ
Year Ender 2025: આ વર્ષે અમદાવાદ સહિત આ શહેરોમાં ખુબ વેંચાઈ પ્રોપર્ટી,રિયલ એસ્ટેટમાં લોકોએ કર્યું ભારે રોકાણ
Year Ender 2025: આ વર્ષે અમદાવાદ સહિત આ શહેરોમાં ખુબ વેંચાઈ પ્રોપર્ટી,રિયલ એસ્ટેટમાં લોકોએ કર્યું ભારે રોકાણ
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
ખ્યાતિ હોસ્પિટલ કાંડના કાર્તિક પટેલને સુપ્રીમે આપ્યાં જામીન,તમામ આરોપી જેલબહાર
Embed widget