શોધખોળ કરો
'ક્યાંય મંદી નથી માત્ર હવા છે, કોઇ ઉદ્યોગ બંધ થયા નથી', સીએમ રૂપાણીનુ મોટુ નિવેદન
સીએમ રૂપાણીએ મંદીના સવાલને માત્ર હવા હોવાનું કહીને ઉડાડી દીધો હતો. સાથે તેમને આંકડાઓમાં મંદી નથી તેમ જણાવ્યુ હતુ

ગાંધીનગરઃ દેશભરમાં મંદીનો માહોલ છે ત્યારે તેને લઇને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનુ મોટી સ્ટેટમેન્ટ સામે આવ્યું છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન રૂપાણીએ કહ્યું કે, મંદી જેવુ કંઇ જ નથી માત્ર હવા ઉડી છે. આ નિવેદન એમએસએમઇ ઉદ્યોગોને લઇને સામે આવ્યુ હતુ. મંદી તો માત્ર હવા છે..... પત્રકારો સાથેની વાતચીત દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીને જ્યારે એક પત્રકારે સવાલ કર્યો કે, હાલ મંદીનો માહોલ છે, કેટલાય એમએસએમઇ (Micro, Small and Medium Enterprises) ઉદ્યોગો બંધ થવાના આરે છે, ત્યારે સરકારનું કહેવુ છે.
આ સવાલમાં સીએમ રૂપાણીએ જવાબ આપતા કહ્યું કે, ભાઇ, અત્યારે અમારી પાસે એવા કોઇ આંકડા આવ્યા નથી, મંદી માત્ર એક હવા છે. હાલ કોઇ MSME ઉદ્યોગો બંધ થયા નથી, તેને લગતા આંકડા પણ અમારી પાસે આવ્યા નથી. સીએમ રૂપાણીએ મંદીના સવાલને માત્ર હવા હોવાનું કહીને ઉડાડી દીધો હતો. સાથે તેમને આંકડાઓમાં મંદી નથી તેમ જણાવ્યુ હતુ.
આ સવાલમાં સીએમ રૂપાણીએ જવાબ આપતા કહ્યું કે, ભાઇ, અત્યારે અમારી પાસે એવા કોઇ આંકડા આવ્યા નથી, મંદી માત્ર એક હવા છે. હાલ કોઇ MSME ઉદ્યોગો બંધ થયા નથી, તેને લગતા આંકડા પણ અમારી પાસે આવ્યા નથી. સીએમ રૂપાણીએ મંદીના સવાલને માત્ર હવા હોવાનું કહીને ઉડાડી દીધો હતો. સાથે તેમને આંકડાઓમાં મંદી નથી તેમ જણાવ્યુ હતુ. વધુ વાંચો





















