શોધખોળ કરો
Advertisement
મુખ્યમંત્રી રૂપાણીએ એક જ દિવસમાં અમદાવાદ સહિત ત્રણ શહેરોની આઠ ટીપીને મંજૂરી આપી
અમદાવાદની 2 ડ્રાફટ, 2 પ્રિલિમિનરી, 1 ફાઈનલ તેમજ સુરતની 1 પ્રિલિમિનરી અને ગાંધીનગર બે પ્રિલિમિનરી મળીને કુલ-8 ટાઉન પ્લાનિંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપી છે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદની ર ડ્રાફટ, ર પ્રીલીમીનરી, ૧ ફાઇનલ તેમજ સુરતની ૧ પ્રીલીમીનરી અને ગાંધીનગરની બે પ્રીલીમીનરી મળીને કુલ-૮ ટાઉન પ્લાનીંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં વર્ષ 2019ના આઠ જ મહિનામાં 75 યોજનાઓ મંજૂર કરવામાં આવી છે. તેમણે જે 66 નગર રચના યોજનાઓ તથા 9 વિકાસ યોજનાઓને આ આઠ મહિનાના સમયગાળામાં મંજૂરી આપી દીધી છે. તેમાં અમદાવાદની 14 તથા નડિયાદ, ભાવનગર ,વડોદરા અને સુરતને મળીને 22 ટીપી યોજનાઓનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે મુખ્યમંત્રીએ 2018ના વર્ષમાં ટીપી યોજનાઓ મંજૂર કરવાની સદી ફટકાર્યા બાદ હવે, 2019માં પણ મુખ્યમંત્રી મંજૂરીની સદી તરફ આગળ વધી રહ્યા છે. મુખ્યમંત્રીએ શુક્રવારે અમદાવાદની 2 ડ્રાફટ, 2 પ્રિલિમિનરી, 1 ફાઈનલ તેમજ સુરતની 1 પ્રિલિમિનરી અને ગાંધીનગર બે પ્રિલિમિનરી મળીને કુલ-8 ટાઉન પ્લાનિંગ સ્કીમને એક જ દિવસમાં મંજૂરી આપી છે. ઉપરાંત અમદાવાદની ડ્રાફ્ટ ટી.પી. સ્કીમ ૪૦૮-ઓગણજ ને ૪૦૭ લપકામણ-રકનપુર-સાંતેજ ને મંજૂરી આપી છે. અમદાવાદમાં જે બે પ્રારંભિક ટી.પી. સ્કીમ પ્રિલિમિનરી ટી.પી.ને મંજૂરી આપવામાં આવી છે, તેમાં 238-ભાટ સુઘડ, 85 સરખેજ-મકરબા-ઓકફ અને 1 ફાઈનલ ટી.પી. સ્કીમ તરીકે 102 નિકોલને પરવાનગી મળી છે. અમદાવાદ મહાનગરમાં ૪૧ર હેકટર્સ ઉપરાંતની જમીનનો સુઆયોજિત વિકાસ થશે અને રૂ. ૬૪૦ કરોડના અંદાજિત કામોને તેમજ એફોર્ડેબલ હાઉસીંગના નિર્માણને આ બે ટી.પી મંજૂર થતાં વેગ મળવાનો છે.
ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રીએ ર૦૧૯ના વર્ષના પ્રથમ આઠ જ માસમાં ૬૬ ટી.પી. સ્કીમ ઉપરાંત રાજકોટ, સુરત, ભાવનગર, વડોદરા, અમદાવાદ, બિલીમોરા અને ગાંધીનગરની મળી કુલ-ર૩ પ્રીલીમીનરી ટી.પી. સ્કીમ મંજૂરી કરી છે. તેમણે રાજકોટ, સુરત, અમદાવાદ, ગાંધીનગર, ઊંઝા અને વડોદરાની કુલ-ર૧ ફાયનલ એટલે અંતિમ ટી.પી ને પણ મંજૂરી આપી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement