(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Assembly: રૂપાણી સરકારે ભાજપનાં આ મહિલા પ્રવક્તાને 60 હજારના પગારે નોકરીએ રાખ્યાનો આક્ષેપ, જાણો કોણ છે આ નેતા ?
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે તાલુકાઓમાં વિકાસ કામો માટે અપાતી ગ્રાન્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા હતા.
ગાંધીનગરઃ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ કહ્યું કે સચિવાલયમાં 25 ટકા જગ્યા ખાલી છે. સરકાર નિવૃત્ત અધિકારીઓથી ચાલે છે. ચાવડાએ આક્ષેપ કર્યો કે ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂતને સરકારે આઉટસોર્સીંગથી 60 હજારના પગારે નોકરીએ રાખ્યા છે.
કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરે તાલુકાઓમાં વિકાસ કામો માટે અપાતી ગ્રાન્ટમાં વ્યાપક ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે તાલુકામાં 1 લાખની ગ્રાન્ટ આવે તો 40 હજારનો ભ્રષ્ટાચાર થાય છે.
રાજ્યમાં સસ્તા અનાજની દુકાનમાં ખાદ્ય વસ્તુઓના વિતરણમાં થતી ગેરરીતિ દૂર કરવા માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા અવારનવાર દરોડા પાડવામાં આવે છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન 28,341 દુકાનોમાં દરોડા પાડ્યા અને 5.16 કરોડનો દંડ વસુલવામાં આવ્યો હતો. ચોંકાવનારી વાત એ છે કે, દરોડામાં ગેરરીતિમાં પકડાયેલી 1944 દુકાનોના માલિકો પર કોઇ પગલા ભરવામાં આવ્યા નથી.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિકાસના નામે ચાલતા ભ્રષ્ટાચાર સંદર્ભે 112 થી પણ વધુ પત્રો લખ્યા હોવા છતાં આજ દિન સુધી એક પણ પત્રનો સંતોષકારક જવાબ કોર્પોરેશન દ્વારા નહીં મળતા ગાંધીનગર વોર્ડ નંબર છના કોંગ્રેસના મહિલા નગરસેવક પિંકી પટેલ દ્વારા રાજ્યપાલ તેમજ વિજિલન્સ કમિશનર, ધારાસભ્યને વધુ એકવાર સ્ફોટક પત્ર લખીને ભ્રષ્ટાચાર બાબતે તપાસ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર મેયર રીટા પટેલ દ્વારા વિકાસ પરવાનગી વગર સેક્ટર 11 માં ગેરકાયદેસર બાંધકામ કરી 11 માળનું બિલ્ડિંગ બનાવી દેવાયું છે. જેને આજ દિન સુધી કમિશનર દ્વારા સીલ કરવામાં આવેલ નથી. જેના માટે પિંકી પટેલે પીઆઇએલ દાખલ કરવાની ફરજ પડી છે. ઉપરોક્ત બાબતો અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે નગરસેવક પિંકી પટેલે રાજ્યપાલને પત્ર લખીને ઉપરોક્ત કૌભાંડો અંગે તપાસ કરાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.
રાશિફળ 20 માર્ચ: આ 6 રાશિના જાતકોને થઈ શકે છે મોટું નુકસાન, જાણો તમામ રાશિનુ આજનું રાશિફળ