શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસના બે ધારાસભ્યોને તોડીને મંત્રી બનાવવા રૂપાણી સરકારનું વિસ્તરણ? સ્વર્ણિમ સંકુલમાં તૈયારી પૂરજોશમાં
અમદાવાદઃ લોકસભા ચૂંટણી જાહેર થવા આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. છેલ્લા ઘણા સમયથી રાધનપુરથી કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ભાજપ તરફ ઢળી રહ્યો છે. આગામી એક બે દિવસમાં અલ્પેશ પોતાના સમર્થનમાં રહેલા કોંગ્રેસના બે ધારાસભ્યો સાથે ભાજપમાં જોડાઈ શકે તેવી હાલ ચર્ચા છે. ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ સંસદીય સચિવ તરીકે શપથ લેશે તેવી પણ ચર્ચા ચાલી છે. અલ્પેશ ઉપરાંત કોંગ્રેસના વધુ એક નારાજ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ ભાજપમાં જોડાઈ શકે છે. ચૂંટણી પહેલા જો ભાજપ અલ્પેશને પોતાની તરફ કરી શકશે તો ગુજરાતની રાજનીતિમાં આ સૌથી મોટા સમાચાર બનશે. અલ્પેશની સાથે ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલને પણ સંસદીય સચિવ બનાવવામાં આવે એવી સંભાવના છે.
અલ્પેશને ભાજપમાં સામેલ કર્યા બાદ લોકસભા ચૂંટણીની આચારસંહિત લાગુ પડે તે પહેલા જ ગુજરાત સરકારનું વિસ્તરણ કરવામાં આવે તેવી પણ શક્યતા છે. આ અંગેની સ્વર્ણિમ સંકુલમાં તૈયારીઓ થઈ રહી છે.
વાંચોઃ હાર્દિક પટેલ કોની હાજરીમાં કોંગ્રેસમાં થશે સામેલ, જાણો વિગત
અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે. હાલ તે ધારાસભ્ય ઉપરાંત બિહારનો સહ-પ્રભારી છે. પોતાની નારાજગી અંગે તેણે રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. ગત મહિને નવી દિલ્હી ખાતે અલ્પેશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીસાથે મુલાકાત કરી હતી.
કોંગ્રેસના બે ધારાસભ્યો રાજીનામા આપી બનશે ભાજપ સરકારમાં મંત્રી? જુઓ વીડિયો
આ પહેલા પ્રભારી રાજીવ સાતવે બોલાવેલી કોંગ્રેસની કારોબારીમાં છેલ્લા કેટલાક સમયથી નારાજ અલ્પેશ ઠાકોર ગેરહાજર રહ્યો હતો. અલ્પેશની સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ નારાજ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. આ પહેલા ધવલસિંહે પણ પ્રદેશ પ્રભારી સાતવ અને અહમદ પટેલ સાથે અલગ-અલગ બેઠક યોજી હતી, જેમાં પ્રદેશ કોંગ્રેસ વિરુદ્ધ નારાજગી વ્યકત કરી હતી. આ સિવાય અલ્પેશે તાજેતરમાં પોતાની નારાજગી અને ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં એકતાયાત્રા કાઢી હતી.
ધારાસભ્ય પદે રાજીનામું આપી મંત્રી બનવા મુદ્દે અલ્પેશ ઠાકોરે શું કહ્યું? જુઓ વીડિયો
થોડા દિવસો પહેલા અલ્પેશ ઠાકોરે રાધનપુરમાં ધામા નાખ્યાં હતા. તેણે ભાજપમાં જવું કે કેમ અને લોકસભા ચૂંટણી લડવી કે નહીં તે અંગે સમર્થકો સાથે પરામર્શ કર્યો હતો. સૂત્રો કહે છે કે,ઠાકોર સેનાના કેટલાંક આગેવાનોએ જ રાધનપુર મતવિસ્તારમાં સર્વે કર્યો હતો. જેમાં સમર્થકોને પૂછવામાં આવ્યું હતું કે,જો અલ્પેશ ઠાકોર ભાજપમાં જાય તો તમે તેની સાથે જોડાશો કે નહીં, ભાજપમાં જોડાયા બાદ લોકસભાની ચૂંટણી લડવી કે નહીં.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપમાં જોડાવા મુદ્દે શું કહ્યું? જુઓ વીડિયો
વાંચોઃ રાફેલની ગુમ થયેલી ફાઇલમાં PM-PMOનું નામ, કાર્યવાહી થવી જોઈએઃ રાહુલ ગાંધી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion