(Source: ECI/ABP News/ABP Majha)
કોંગ્રેસ નેતા અશ્વિન કોટવાલ વિધિવત રીતે ભાજપમાં જોડાયા
ગાંધીનગર: ખેડબ્રહ્માથી ધારાસભ્ય રહેલા અને કોંગ્રેસના નેતા અશ્વિન કોટવાલ વિધિવત રીતે અત્યારે ભાજપમાં જોડાયા છે. તેઓ ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. કમલમ ખાતે અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા છે.
ગાંધીનગર: ખેડબ્રહ્માથી ધારાસભ્ય રહેલા અને કોંગ્રેસના નેતા અશ્વિન કોટવાલ વિધિવત રીતે અત્યારે ભાજપમાં જોડાયા છે. તેઓ ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. કમલમ ખાતે અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાયા છે. આ સમયે મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા. તો બીજી તરફ કમલમમાં પણ અશ્વિન કોટવાલના સ્વાગત માટે મોટી તૈયારીઓ કરવામાં આવી હતી. મંડપ સહિત મોટી સંખ્યામાં ખુરશીઓ સજાવવામાં આવી હતી. અશ્વિન કોટવાલને આવકારવા માટે ભાજપના અનેક નેતાઓ કમલમ ખાતે હાજર રહ્યા હતા. સીઆર પાટીલની હાજરીમાં કોટવાલ ભાજપમાં જોડાયા.
કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ ધારાસભ્ય પદેથી આપ્યું રાજીનામુ
ખેડબ્રહ્માના કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલે આજે ધારાસભ્યે પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ આજે વિજય મૂહૂર્તમાં ભાજપમાં જોડાશે. અશ્વિન કોટવાલ આજે બપોરે 12:39 વાગે ભાજપમાં જોડાશે. વિધાનસભાના નિયમો મુજબ તેમણે ભાજપમાં જોડાતા પહેલા કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધું છે. આ નિર્ણય બાદ અશ્વિન કોટવાલે એબીપી અસ્મિતા સાથએ સીધી વાતચીત કરહી હતી. તેમણે જણાવ્યું હતું. કે મેં આ નિર્ણય આદિવાસીના સમાજના વિકાસના કાર્ય કરવા માટે લીધો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તેમની સાથે 2 હજાર સમર્થકો પણ કેસરિયા ધારણ કરશે.
અશ્વિન કોટવાલે આજે કોંગ્રેસના પ્રમુખને રાજીનામું ધરતા આ નિર્ણય શા માટે લેવો પડ્.યો અને ભાજપમાં જોડાવવાનો ઉદેશની વાત એબીપી અસ્મિતા સાથે કરી હતી.એબીપી અસ્મિતા સાથે વાત કરતા અશ્વન કોટવાલે જણાવ્યું હતું કે, "હું કોંગ્રેસને રામરામ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાવવા જઇ રહ્યો છું. આદિવાસીનો વિકાસ થાય તેનું હિત સચવાય માટે મેં રાજીનામું આપ્યું છે. આજે હું ગાંધીનગર કમલમમાં 12.39 કલાકે ભાજપમાં વિધિવત જોડાઇ જઇશ.હું પંદર વર્ષથી ધારાસભ્ય હતો.
વિધાનસભામાં પણ હું આદિવાસી સમાજના વિકાસ માટે અને પ્રશ્નો માટે હું લડતો રહ્યો છું. હું જે પણ મુખ્યમંત્રી હોય તને આદિવાસી સમાજના હિત માટે મળતો અને તેને હાથ જોડીને કામ કરવા માટે વિંનતી કરતો હતો.આદિવાસી સમાજના વિકાસ માટે જે સંસ્થા કામ કરે છે, તેને પણ હું સહયોગ આપતો અન તેની સાથે મળીને પંદર વર્ષ કામ કર્યું છે, નરેન્દ્ર મોદીના કામમાંથી મને પ્રેરણા મળી છે." મેં ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.
કોંગ્રેસથી શું તકલીફ હતી?'
અશ્વિન કોટવાલે જણાવ્યું કે,”કોગ્રેસના નેતા સમાજમાં માન ન હોય કે વર્ચસ્વ ન હોય પરંતુ તેને કોણ વફાદાર રહેશે તે જોઇને જ માત્ર ટિકિટ આપે છે,.સાચા માણસને ક્યારેય પણ ટિકિટ મળી નથી,. આ કારણે મને હતું કે તે મને પણ આ વખતે ટિકિટ નહીં મળે અને હું આદિવાસીના કાર્યો કરવાથી વંચિત ન રહું માટે મેં આ પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો છે”.અશ્વિન કોટવાલે જણાવ્યું કે,”કોગ્રેસના નેતા સમાજમાં માન ન હોય કે વર્ચસ્વ ન હોય પરંતુ તેને કોણ વફાદાર રહેશે તે જોઇને જ માત્ર ટિકિટ આપે છે,.સાચા માણસને ક્યારેય પણ ટિકિટ મળી નથી,. આ કારણે મને હતું કે તે મને પણ આ વખતે ટિકિટ નહીં મળે અને હું આદિવાસીના કાર્યો કરવાથી વંચિત ન રહું માટે મેં આ પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો છે, જો કે હું સતાનો લાલચું નથી પરંતુ આદિવાસીની સેવાની ઇચ્છા અધૂરી ન રહે માટે આ નિર્ણય લીધો છે.”