શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભરતસિંહ સોલંકીના સંપર્કમાં આવેલા કોંગ્રેસના કયા નેતાને પણ લાગ્યો કોરોનાનો ચેપ? જાણો વિગત
વડોદરામાં કૉંગ્રેસના ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મૌલિન વૈષ્ણવ રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી સાથે હતા.
ગાંધીનગરઃ પૂર્વ કેંદ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી કોરોના પોઝિટિવ થયા બાદ કૉંગ્રેસના નેતાઓ કોરોનાગ્રસ્ત થવાનો સીલસીલો શરૂ થયો છે. વડોદરામાં કૉંગ્રેસના ઉપપ્રમુખ મૌલિન વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મૌલિન વૈષ્ણવ રાજ્યસભાની ચૂંટણીમાં ભરતસિંહ સોલંકી સાથે હતા.
કૉંગ્રેસના રાજ્યસભાના ઉમેદવાર ભરતસિંહ સોલંકી કોરોનાગ્રસ્ત થતા તેમના સંપર્કમાં આવનાર ચૂંટણી પંચના અધિકારીઓ, કર્મચારીઓ અને ધારાસભ્યો ક્વોરંટાઈન થવાના શરૂ થયા છે. રાજ્યસભાની ચૂંટણીમાં સોલંકીના સીધા સંપર્કમાં રહેલા કર્મચારીઓને 7 દિવસ માટે સેલ્ફ ક્વોરંટાઈન થવાની સૂચના આપવામાં આવી છે.
ચૂંટણી પ્રક્રિયામાં ભરતસિંહ સોલંકીના સીધા સંપર્કમાં આવેલા મુખ્ય નિર્વાચન અધિકારી એસ. મુરલી ક્રિષ્ણન અને ચૂંટણી અધિકારી ચેતન પંડ્યા સેલ્ફ ક્વોરંટાઈન થયા છે. તો કૉંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, અમદાવાદ બાપુનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, વિરમગામના એક ધારાસભ્ય, શક્તિસિંહ ગોલિહ, સૌરાષ્ટ્રના એક ધારાસભ્ય પણ ક્વોરંટાઈન થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
રાજકોટ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion