(Source: ECI/ABP News/ABP Majha)
આવતીકાલથી રાજ્યની સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર જશે
કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આરોગ્ય સેવાઓ ઠપ્પ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુરુવારથી રાજ્યની સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ ઉપર જશે
ગાંધીનગરઃ કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે ગુજરાતમાં આરોગ્ય સેવાઓ ઠપ્પ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુરુવારથી રાજ્યની સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ ઉપર જશે. GMERS, GMTA સહિત ચાર એસોસિએશનના તબીબો હડતાળ ઉપર જશે. વર્ગ 1 અને 2ના 10 હજાર સિનિયર તબીબોએ હડતાળનું એલાન કર્યું છે. 16 નવેમ્બરના રોજ સરકારે રદ્દ કરેલા પરીપત્રના વિરોધમાં અગાઉ ત્રણ વખત તબીબો હડતાળ મોકૂફ રાખી ચુક્યા છે. પણ હવે તબીબોએ બાંયો ચઢાવી છે. સામાન્ય કામગીરીઓ, ઇમરજન્સી સેવાઓ સહિતની કામગીરીઓ અટકી પડવાની સ્થિતિ સર્જાશે.
GMERS,GMTA સહિત ચાર એસોસિએશનના તબીબો હડતાળ ઉપર જશે. 16 નવેમ્બરના રોજ સરકારે રદ્દ કરેલા પરિપત્રના વિરોધમાં તબીબો અગાઉ ત્રણ વખત હડતાળ મોકૂફ રાખી ચુક્યા છે.આજે તબીબોના વિરોધનો આઠમો દિવસ છે અને જો આ આવતીકાલથી આ તબીબો હડતાળ પર જશે તો સામાન્ય ઓપીડીથી માંડીને ઇમરજન્સી સેવાઓ સહિતની કામગીરી ખોરંભે ચડશે.
ગુજરાત ગવર્મેન્ટ ડોક્ટર્સ ફોરમ દ્વારા હડતાળ કરવા મામલે રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલને પત્ર લખી જાણ કરવામાં આવી છે.14 જાન્યુઆરીએ ગુજરાત ગવર્મેન્ટ ડોકટર્સ ફોરમની ઓનલાઇન બેઠક મળી હતી. ફોરમ દ્વારા સરકારને 29 નવેમ્બરે આપેલા આવેદનપત્ર અને 12 ડિસેમ્બરે થયેલી ચર્ચા થયા મુજબ મુદ્દાઓનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.