Gandhinagar: વિદ્યાર્થીઓની બેગનું વજન કેટલું હોવું જોઈએ? જાણો વિધાનસભામાં સરકારે શું આપ્યો જવાબ
Gujarat Educational News: આ ઉપરાંત ધોરણ ૧ અને ૨ માં કોઈ ગૃહકાર્ય ન આપવું, ધોરણ ૩ થી ૫ માં અડધો કલાક તો ધોરણ ૬-૭ માં એક કલાકનું ગૃહકાર્ય આપવા સૂચના આપવામાં આવી છે.
Gandhinagar News: ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે વિદ્યાર્થીઓના બેગના વજન પર મહત્વનો પ્રશ્ન પૂછ્યો હતો. જેનો જવાબ આપતાં સરકારે કહ્યું, સરકારે કહ્યું વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ. શિક્ષણ વિભાગે બેગના વજન બાબતે ૨૦૧૮માં ઠરાવ કર્યો હોવાનો જવાબ આપ્યો હતો.
આ ઉપરાંત ધોરણ ૧ અને ૨ માં કોઈ ગૃહકાર્ય ન આપવું, ધોરણ ૩ થી ૫ માં અડધો કલાક તો ધોરણ ૬-૭ માં એક કલાકનું ગૃહકાર્ય આપવા સૂચના આપવામાં આવી છે. માન્યતાવાળી પ્રિન્ટેડ સામગ્રીનો ઉપયોગ કરવા અને સમય પત્રક પ્રમાણે કામ કરવા અપાઈ શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
રાજ્ટમાં કેટલા શિક્ષકોની જગ્યા છે ખાલી
રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 3260 મદદનીશ શિક્ષકોની જગ્યાઓ વર્ષ 2023 ની સ્થિતિ ખાલી છે. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના પ્રશ્નમાં સરકારે જવાબ આપતાં જણાવ્યું, રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં 796 અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં 2464 મદદનીશ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.
રાજ્યમાં કયા છ જિલ્લામાં શિક્ષકોની ઘટ
રાજ્યમાં છ જિલ્લમાં શિક્ષકોની ઘટ હોવાનો રાજ્યના શિક્ષણ મંત્રીએ સ્વીકાર કર્યો છે. તેણે કહ્યું 6 જિલ્લામાં કુલ 2281 શિક્ષકોની ઘટ છે. જે મુજબ ગીર સોમનાથમાં જિલ્લામાં કુલ 68 શિક્ષકોની, અમરેલી જિલ્લામાં કુલ 384 શિક્ષકોની, રાજકોટ જિલ્લા કુલ 725 શિક્ષકોની, નવસારી જિલ્લામાં કુલ 324 શિક્ષકોની, નર્મદા જિલ્લામાં કુલ 333 શિક્ષકો, વલસાડ જિલ્લામાં કુલ 387 શિક્ષકોની ઘટ છે.
રાજ્યમાં શાળાઓ બહુમાળી ઇમારતોમાં ધમધમી રહી હોવાનો પણ ખુલાસો
સર્વોચ્ચ અદાલતની રોક હોવા છતાંય રાજ્યમાં શાળાઓ બહુમાળી ઇમારતોમાં ધમધમી રહી હોવાનો ખુલાસો થયો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના પ્રશ્નમાં આ વિગત સામે આવી છે. અતારાંકિત પ્રશ્ન પર સરકારે જવાબ આપતાં રાજ્યમા 161 શાળાઓ બહુમાળી ઇમારતોમાં ચાલતી હોવાનો સ્વીકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે 2019માં બહુમાળી ઇમારતોમાં શાળાઓ ચલાવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. જિલ્લા કક્ષાએ શાળાઓ ત્રીજા માળથી ઉપર ન ચલાવવા સુચના અપાઈ હતી.
Education Loan Information:
Calculate Education Loan EMI