Gujarat Assembly: ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નહીં મળે નેતા વિપક્ષનું પદ ? જાણો વિગત
કોંગ્રેસ પાસે હાલમાં 17 ધારાસભ્યનું સંખ્યાબળ છે, જે પૂરતા સંખ્યાબળથી બે ધારાસભ્ય ઓછા છે. 10 ટકા ધારાસભ્ય ન હોય તો નિયમ મુજબ વિધાનસભામાં વિપક્ષ નેતાનું પદ ન મળે તેમ ભાજપના નેતાનું કહેવું છે
Gandhinagar: ગુજરાત વિધાનસભામાં નેતા વિપને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ નહીં મળે. ગુજરાત વિધાનસભામાં હાલ કોંગ્રેસના 17 ધારાસભ્યો છે. મંગળવારે અમિત ચાવડાની વિધાનસબામાં કોંગ્રેસના નેતા તરીકે જાહેરાત કરાઈ છે. અમિત ચાવડા નેતા વિપક્ષ નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા બની રહેશે. રાજ્ય વિધાનસભામાં પહેલીવાર નેતા વિપક્ષ કોઈ નહીં હોય. નિયમ મુજબ, કોંગ્રેસ પાસે 19 ધારાસભ્યનું સંખ્યાબળ હોય તો વિપક્ષ નેતાનું પદ મળે છે.
વિપક્ષ નેતાના બંગલાની ફાળવણી સરકારે શિક્ષણમંત્રીને કરી
કોંગ્રેસ પાસે હાલમાં 17 ધારાસભ્યનું સંખ્યાબળ છે, જે પૂરતા સંખ્યાબળથી બે ધારાસભ્ય ઓછા છે. 10 ટકા ધારાસભ્ય ન હોય તો નિયમ મુજબ વિધાનસભામાં વિપક્ષ નેતાનું પદ ન મળે તેમ ભાજપના નેતાનું કહેવું છે. તેમના કહેવા મુજબ નેતા વિપક્ષનું પદ આપવું કે નહીં તે વિધાનસભાના અધ્યક્ષનો અબાધિત અધિકાર છે. કોંગ્રેસના નેતાને વિપક્ષનું પદ ન મળે તે માટે વટહુકમ લાવવામાં આવી શકે છે. હાલ વિપક્ષ નેતાના બંગલાની ફાળવણી સરકારે શિક્ષણમંત્રી કુબેર ડિંડોરને ફાળવી દીધો છે.
કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં સામેલ થયા મનપ્રીત બાદલ, જાણો કોને ગણાવ્યા સિંહ ?
પંજાબના વરિષ્ઠ નેતા અને રાજ્ય સરકારના ભૂતપૂર્વ નાણા પ્રધાન, મનપ્રીત બાદલ બુધવારે (18 જાન્યુઆરી) ના રોજ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા પછી તરત જ ભાજપમાં જોડાયા હતા. બાદલ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ભાજપ મહાસચિવ તરુણ ચુગ અને પાર્ટીના રાષ્ટ્રીય મીડિયા પ્રભારી અનિલ બલુનીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. મનપ્રીત બાદલે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને સિંહ કહ્યા હતા. તેમણે કહ્યું કે એવા ઘણા ઓછા પ્રસંગો બન્યા છે જ્યારે તેઓ રાજકારણમાં સિંહને મળ્યા હોય. થોડા દિવસો પહેલા હું એક સિંહને મળ્યો. તેઓ ભારતના ગૃહમંત્રી છે. તેણે મને એક વાત કહી જે મારા હૃદયને સ્પર્શી ગઈ.
બાદલે કહ્યું, “તેમણે મને એક વાત કહી જે મારા હૃદયને સ્પર્શી ગઈ. પંજાબે ભારત માટે 400 હુમલાઓનો સામનો કર્યો છે. જ્યારે ભારત પર 400 વખત હુમલો થયો ત્યારે પંજાબે તેને સહન કર્યું છે. અમે પંજાબને એકલા છોડીશું નહીં. અમે પંજાબને સુશોભિત કરીશું.અમે તેને સુધારીશું અને પંજાબના વિકારને ફરી એક વખત દૂર કરીશું.
મનપ્રીત બાદલે પોતાના રાજીનામામાં અગાઉ કહ્યું હતું કે, “પાર્ટી અને સરકારમાં મને જે પણ જવાબદારી આપવામાં આવી હતી તેને નિભાવવામાં મેં મારું સર્વસ્વ આપી દીધું છે. મને આ તક આપવા અને મને સન્માન આપવા બદલ આભાર. મનપ્રીત બાદલનું ભાજપમાં જોડાવાને પંજાબમાં કોંગ્રેસ માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. પૂર્વ મુખ્યમંત્રી અમરિન્દર સિંહ અને પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખર પહેલા જ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે.
મનપ્રીત બાદલે કહ્યું, "દુર્ભાગ્યવશ, વર્તમાન સંસ્કૃતિ અને પાર્ટીમાં પ્રવર્તી રહેલી ઉપેક્ષાપૂર્ણ વલણને કારણે, હું હવે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ભાગ બનવા માંગતો નથી." બાદલે કહ્યું, “સાત વર્ષ પહેલા મેં પીપલ્સ પાર્ટી ઓફ પંજાબને તમારી પાર્ટીમાં મર્જ કરી દીધી હતી. મેં ખૂબ આશાઓ અને આકાંક્ષાઓ સાથે આ પગલું ભર્યું હતું કે તેનાથી મને પંજાબના લોકો અને તેમના હિતોની મારી ક્ષમતા મુજબ સેવા કરવાની સંપૂર્ણ તક મળશે.