શોધખોળ કરો

આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો થશે પ્રારંભ, ગત વર્ષ કરતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં થયો વધારો

ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ બોર્ડ આજથી રાજ્યમાં ધો.૧૦ અને ૧૨ની મુખ્ય જાહેર બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે.જેમાં ૧૮.૫૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.સેમેસ્ટર સીસ્ટમના રીપિટર વિદ્યાર્થીઓને બાદ કરતા ગત વર્ષની સરખામણીએ ૧.૨૫ લાખ વિદ્યાર્થીઓ વધ્યા છે અને ગત વર્ષ કરતા આ વર્ષે કુલ વધુ ૧.૩૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.બોર્ડ દ્વારા ચેકિંગ માટે ૭૦થી વધુ ફ્લાઈંગ સ્કવોડ મુકવામા આવશે અને સંવેદનશિલ તેમજ અતિસંવેદનશિલ કેન્દ્રો પર કલેકટર દ્વારા વર્ગ ૧-૨ના અધિકારીઓ સ્થાયી સ્કવોડ તરીકે મુકાશે. આ ઉપરાંત બોર્ડના ૩૦ સભ્યો પણ જરૂર લાગે ત્યાં તપાસ માટે જશે. 137 ઝોનના 1607 કેન્દ્રોમાં લેવાશે પરીક્ષા ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાને લઈને જાહેર કરાયેલા એક્શન પ્લાન મુજબ રાજયના ૧૩૭ ઝોનમાં ૧૬૦૭ કેન્દ્રોમાં ૫૮૭૩ બિલ્ડીંગોમાં ૬૩૬૧૫ બ્લોક(વર્ગખંડો)માં પરીક્ષા લેવાશે.આ વર્ષે બોર્ડમાં નોંધાયેલા વિદ્યાર્થી મુજબ ધો.૧૦માં ૧૧,૫૯,૭૬૨ વિદ્યાર્થીઓ છે, ધો.૧૨ સાયન્સમાં ૧૪૭૩૦૨ તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં ૫૩૩૬૩૬ વિદ્યાર્થીઓ છે. ધો.૧૨ સાયન્સની સેમેસ્ટર સીસ્ટમના નાપાસ વિદ્યાર્થીઓને રીપિટર તરીકે અંતિમ તક જ્યારે  રદ કરાયેલા ધો.૧૨ સાયન્સની સેમેસ્ટર સીસ્ટમના નાપાસ વિદ્યાર્થીઓને રીપિટર તરીકે અંતિમ તક આપવામા આવી રહી હોઈ આ વર્ષે ધો.૧૨  સાયન્સના સેમેસ્ટર સીસ્ટના રીપીટર વિદ્યાર્થીઓ ૧૦૩૦૨ છે.આમ કુલ ૧૮,૫૦,૯૯૨ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.૭મી માર્ચથી શરૂ થઈ રહેલી પરીક્ષા ૨૩મી માર્ચ સુધી ચાલશે.ધો.૧૦,૧૨ સાયન્સ તેમજ ૧૨ સા.પ્ર.સાથે ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા વ્યવસાયલક્ષી પ્રવાહના વિદ્યાર્થીઓ અને સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા લેવાશે. સુરતઃ પ્રભાત તારા સ્કૂલના વિદ્યાર્થીઓ કેમ નહી આપી શકે બોર્ડની પરીક્ષા? શિક્ષણ મંત્રીએ શું કહ્યુ? ધો.૧૦માં ૯૫૪ સેન્ટર, ૩૫૦૮ બિલ્ડીંગ અને ૩૮૭૨૫ બ્લોક છે. ધો.૧૨ સાયન્સમાં ૧૩૯ સેન્ટર ,૬૪૮ બિલ્ડીંગ અને ૭૪૭૬ બ્લોક છે.જ્યારે ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં  ૫૧૪ સેન્ટર છે તથા ૧૭૧૭ બિલ્ડીંગ છે અને ૧૭૪૧૪ બ્લોક છે. ધો.૧૨ સાયન્સ સેમેસ્ટર સીસ્ટમના રીપિટર વિદ્યાર્થીઓ માટે ૩૪ પરીક્ષા કેન્દ્રો છે અને ૫૩ બિલ્ડીંગોમાં ૪૪૮ બ્લોકમાં પરીક્ષા લેવાશે.  જે કેન્દ્રોમાં સીસીટીવી નથી ત્યાં ટેબ્લેટ મુકાશે અને આવા કેન્દ્રો માટે ૫૦૦થી વધુ ટેબ્લેટ મુકાશે જ્યારે બાકીની તમામ સ્કૂલોમાં સીસીટીવી હોવાથી ૯૯ ટકાથી વધુ કેન્દ્રોમાં સીસીટીવી હેઠળ પરીક્ષા લેવાશે.ધો.૧૦ની પરીક્ષા માટે રાજ્યના ૮૧ ઝોન નક્કી કરાયા છે જ્યારે ધો.૧૨ માટે ૫૬ ઝોનની રચના કરાઈ છે.આ વર્ષે અમદાવાદ,સુરત,રાજકોટ અને વડોદરાની જેલોમાંથી પરીક્ષા આપી રહેલા ધો.૧૦ અને ૧૨ના કુલ ૧૨૫ વિદ્યાર્થી છે જેમાં ધો.૧૦ના ૮૯ તથા ધો.૧૨ સામાન્ય પ્રવાહના ૩૬ કેદી છે. 6222 દિવ્યાંગો આપશે પરીક્ષા આ વર્ષે ધો.૧૦માં વિવિધ રીતે શારીરિક અસક્ષમ એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ ૬૨૨૨ છે .જેમાં છોકરા ૪૨૭૦ અને છોકરીઓ ૧૯૫૨ છે. ધો.૧૦ અને ૧૨માં કુલ મળીને ૧.૩૫ લાખ વિદ્યાર્થી આ વર્ષે વધુ છે.જેમાં ધો.૧૨ સાયન્સમાં એ ગુ્રપમાં વિદ્યાર્થી ઘટયા છે અને બી ગુ્રપમાં વધ્યા છે.આ વર્ષે બોર્ડ દ્વારા ૭૦થી વધુ ફ્લાઈંગ સ્કવોડ રચાઈ છે જેના દ્વારા ધો.૧૦ અને ૧૨ના સેન્સિટીવ કેન્દ્રો પર તપાસ કરાશે જ્યારે  ડીઈઓ સાથે રહીને જીલ્લા કલેકટર દ્વારા સંવેદનશિલ-અંતિસંવેદનશિલ કેન્દ્રો પર વર્ગ ૧-૨ના અધિકારીઓને સ્થાયી સ્કવોડ તરીકે મુકાશે.જેમાં પંચમહાલમાં સૌથી વધુ ૭૦ જેટલા વર્ગ ૧-૨ના અધિકારી મુકવામા આવ્યા છે.કલેકટરે મુકેલા આ અધિકારીઓ સ્થાયી સ્કવોડ તરીકે પરીક્ષાના ૩ કલાકના પુરા સમય માટે ઓબ્ઝર્વર તરીકે કામ કરશે. આજે ક્યા પેપર ધો.૧૦ અને ૧૨ની આજથી શરૂ થનારી બોર્ડ પરીક્ષામાં  પ્રથમ દિવસે ૭મીએ ધો.૧૦માં સવારે ૧૦થી૧3.૨૦ દરમિયાન ગુજરાતી,હિન્દી અને અંગ્રેજી હિતના પ્રથમ ભાષાના વિષયની પરીક્ષા લેવાશે. ધો.૧૨ સાયન્સમાં બપોરે ૩થી૬.૩૦માં ભૈતિક વિજ્ઞાાન વિષયની અને ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં સવારે ૧૦.3૦થી ૧.૪૫ દરમિયાન સહકાર પંચાયત વિષયની તથા બપોરે ૩થી૬.૧૫ દરમિયાન એકાઉન્ટ વિષયની પરીક્ષા લેવાશે. આજે પ્રથમ દિવસે જીલ્લા  કલેકટર સાથે ડીઈઓ નક્કી કરાયેલી પસંદગીની સ્કૂલમાં જઈને વિદ્યાર્થીઓને ગુલાબનુ ફુલ આપી પરીક્ષા માટે શુભેચ્છા પાઠવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Embed widget