શોધખોળ કરો

પેપરકાંડમાં સૌથી મોટો ધડાકોઃ મુખ્ય 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરી, 4ની શોધખોળ ચાલું

સૌથી પહેલા શંકાસ્પદોને પકડવાનું કામ કર્યું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં પ્રાથમિક તપાસમાં મુખ્ય 10 ગુનેગારો સામે આવ્યા છે. જેમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

ગાંધીનગરઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરીષદમાં ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપરલીક થવા મુદ્દે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, આ અંગે મીડિયા દ્વારા જાણ થતાં તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી. રાજ્ય સરકાર અને મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ પાસા હેઠળ તપાસ કરવામાં આવી હતી. 

ગૌણ સેવા પસંદગી મેંડળે લીધેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયાની સરકારે આજે પત્રકાર પરીષદમાં કબૂલાત કરી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે, હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક કરવના ગુનામાં સાબરકાંઠાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. પેપર લીક કરવાના મુખ્ય 10 પૈકી 6 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. 4ની શોધખોળ ચાલું છે. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં 406, 420, 409, 120 મુજબ ગુનો દાખલ કરાયો છે. 

જોકે, ગૌણ સેવા પસંદગી મંડળનો કર્મચારી લીકકાંડમાં જોડાયેલો છે કે નહીં તે અંગે સ્પષ્ટતા નહીં. આરોપીઓએ વિદ્યાર્થીઓ સાથે હોટલમાં ભોજન લીધા બાદ ફાર્મ હાઉસમાં પેપર સોલ્વ કરાવ્યું. ફૂટેલું પેપર 3 અલગ અલગ જગ્યાએ સોલ્વ કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનથી આરોપીઓના નામ જાહેર થશે. બાકીના ચાર આરોપીઓ પણ રડારમાં છે. ઝડપથી ધરપકડ કરાશે.  આરોપીઓએ પેપર ફોડી એક ફાર્મ હાઉસમાં બેઠક કરી હતી. 

પેપર ફોડનારને કડકમાં કડક સજા થાય તેવી કલમો ઉમેરાશે. ગૌણ સેવા પસંદગી મંડળ પાસેથી પોલીસ તમામ જાણકારી મેળવી રહી છે. પેપર ફોડનાર આરોપીને મીડિયા સમક્ષ રજૂ કરાશે. પરીક્ષા રદ કરવી કે નહીં તે અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. 

અસિત વોરાની આગેવાની વાળી ગૌણ સેવા પસંદગી મંડળ વધુ એક પરીક્ષા લેવામાં નિષ્ફળ રહ્યું છે.

તેમણે કહ્યું કે, પ્રથમ દિવસથી જ ગૃહ વિભાગ દ્વારા ઘનિષ્ઠ તપાસ થાય તે માટે તકેદારી રાખવામાં આવેલી છે. શંકાસ્પદ આરોપીઓને નાસી જવા કે છટકી જવા માટે કોઈ તક ન મળે તે માટે તમામ તકેદારીઓ ગૃહ વિભાગે રાખી હતી. ગૃહ વિભાગ દ્વારા 24થી વધુ ટીમો બનાવવામાં આવી હતી. 88 હજાર લોકોએ પરીક્ષા આપી હોય, યુવાનોએ પોતાના ભવિષ્યના સપના જોયા હોય. 

તેમણે ઉમેર્યું હતું કે, સૌથી પહેલા શંકાસ્પદોને પકડવાનું કામ કર્યું. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગુનામાં પ્રાથમિક તપાસમાં મુખ્ય 10 ગુનેગારો સામે આવ્યા છે. જેમાંથી 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ
Embed widget