શોધખોળ કરો

વિદ્યાર્થીઓને 2 કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક,જાણો કેવીરીતે કરાવશો રજીસ્ટ્રેશન

ગાંધીનગર: વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસે તે હેતુસર ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦: નવી પેઢીની નવી સફર’ તરીકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગાંધીનગર: વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, વિશ્લેષણાત્મક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની કુશળતા વિકસે તે હેતુસર ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦: નવી પેઢીની નવી સફર’ તરીકે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને વિવિધ સ્વરૂપે કુલ રૂ. ૨ કરોડ સુધીના ઇનામો જીતવાની સુવર્ણ તક મળશે. આ ઉપરાંત વિજેતાઓને BARC-મુંબઈ, DRDO, SAC-ISRO, NFSU-ગાંધીનગર જેવી અગ્રણી વૈજ્ઞાનિક સંસ્થાઓની મુલાકાત લેવાની તેમજ ટોચના ૨૦૦ વિદ્યાર્થીઓ માટે STEM બુટ કેમ્પમાં ભાગ લેવાની પણ સોનેરી તક મળશે, તેમ ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’ના લોન્ચિંગ પ્રસંગે DST સચિવ પી. ભારતીએ જણાવ્યું હતું.

દેશની સૌથી મોટી ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’ સ્પર્ધા
  
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (GUJCOST) દ્વારા આયોજિત દેશની સૌથી મોટી ‘રાષ્ટ્રીય STEM ક્વિઝ ૪.૦’ સ્પર્ધાનું DST સચિવ  પી. ભારતીના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. રાજ્યના વિજ્ઞાન અને પ્રોધોગિકી વિભાગ (DST) હેઠળ કાર્યરત GUJCOSTના આ લોન્ચિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા જુનિયર લેવલ અને સિનિયર લેવલના વિદ્યાર્થીઓ માટે ‘ક્વિઝ બેંક’ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. 

સચિવ ભારતીએ વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે ક્વિઝ જુનિયર લેવલ (ધોરણ ૯ અને ૧૦) તથા સિનિયર લેવલ (ધોરણ ૧૧ અને ૧૨) એમ બે સ્તરે યોજાશે. જેમાં દેશભરના તમામ માધ્યમ અને બોર્ડના વિદ્યાર્થીઓ www.stemquiz.gujarat.gov.in વેબસાઈટ પર તા. ૩૦ ઓકટોબર, ૨૦૨૫ સુધીમાં વિનામૂલ્યે રજિસ્ટ્રેશન કરાવીને ભાગ લઈ શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.   

GUJCOSTના એડવાઇઝર અને મેમ્બર સેક્રેટરી નરોત્તમ સાહુએ વિગતો આપતા જણાવ્યું હતું કે, GUJCOST વર્ષ ૨૦૨૨થી ગુજરાત STEM ક્વિઝનું સફળ આયોજન કરી રહ્યું છે. આ ક્વિઝની ત્રીજી આવૃત્તિ - ગુજરાત STEM ક્વિઝ ૩.૦માં દેશભરના વિવિધ બોર્ડ અને રાજ્યોના ૧૦.૧૨ લાખથી વધુ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા. જ્યારે આ વર્ષે દેશભરમાંથી ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે તે માટે વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. 

આ પ્રસંગે GSBTMના મિશન ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, GSEMના મિશન ડાયરેક્ટર નેહા કુમારી, GCERTમાંથી ડૉ. વિજય પટેલ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી રિજનલ અને ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સંયોજક, CBSE, જવાહર નવોદય વિદ્યાલય સહિતની શાળાઓના વિદ્યાર્થીઓ જોડાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Gandhinagar News: 'અલગ અલગ કામના બહાને રસ્તા ન તોડવા પડે તેવું કરો આયોજન', CMએ આપી સૂચના
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી
World Lion Day: વિશ્વ સિંહ દિવસ નિમિત્તે યાદોના વિશ્વમાં-પરિમલ નથવાણી

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget