શોધખોળ કરો
Advertisement
ગુજરાતમાં એક અઠવાડિયું ધોધમાર વરસાદ પડવાની આગાહી, જાણો ક્યાં સર્જાઈ છે આ સિસ્ટમ ?
હાલ ગુજરાતમાં વરસાદી માહાલ જામ્યો છે ત્યારે આ વરસાદી સિસ્ટમના કારણે 16 અને 17 ઓગસ્ટની આસપાસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદ થાય તેવી સંભાવના છે.
હાલ ગુજરાતમાં વરસાદી માહાલ જામ્યો છે ત્યારે આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેની વચ્ચે હાલ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે દક્ષિણ પાકિસ્તાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લાંબા રોહા જોયા બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બે દિવસમાં બંગાળની ખાડીના ઉત્તરી ભાગોમાં લો-પ્રેશર બની રહ્યું છે. જેને કારણે દક્ષિણ-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત એક સાયક્લોનિક સરક્યુલેશન પાકિસ્તાન-કચ્છ અને રાજસ્થાન વિસ્તાર પર હોવાથી આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત મધ્ય તથા ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવાથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, આ અઠવાડિયામાં શરૂ થયેલો વરસાદ આગામી અઠવાડિયામાં લંબાય તેવી શક્યતા છે. આ વરસાદી સિસ્ટમના કારણે 16 અને 17 ઓગસ્ટની આસપાસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અતિભારે વરસાદ થાય તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 12 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે. જેમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, દ્વારકા, સુરત, વડોદરા, તાપી, નવસારી, નર્મદા, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, ગાંધીનગર, મહેસાણા તેમજ કચ્છમાં પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ શક્યતાઓ વ્યક્ત કરી છે.
12 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, દાહોદ, મહિસાગર, ભરૂચ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ દ્વારકા વરસાદ પડી શકે છે.
13 ઓગસ્ટે વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, સુરત, તાપી અને નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
14 ઓગસ્ટે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
15 ઓગસ્ટે સુરત, વડોદરા, નર્મદા, ભરૂચ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
16 ઓગસ્ટે બનાસકાંઠા, દ્વારકા, સાબરકાંઠા, જામનગર, ભાવનગર, પાટણ, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
દેશ
બિઝનેસ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion