શોધખોળ કરો
Advertisement
આજે ગુજરાતના કયા-કયા જિલ્લાઓમાં પડી શકે છે ભારે વરસાદ? હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી વરસાદની આગાહી કરી છે. 9 ઓગસ્ટથી ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હાલ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી વરસાદની આગાહી કરી છે. 9 ઓગસ્ટથી ગુજરાતમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. સાઈક્લોન સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આજે પાટણ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરત અને તાપી જિલ્લામા ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. વરસાદી માહોલ જામતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી છે.
સાઈક્લોન સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે, 13 અને 14 ઓગસ્ટે અમદાવાદ, ગાંધીનગર તો ઉત્તર ગુજરાતના મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં 5 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત, તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો વરસાદ પડી શકે છે.
અરબી સમુદ્રમાં લો પ્રેશર અને રાજસ્થાન પાસે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ-મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થાય તેવું અનુમાન છે. જ્યારે ગુજરાતના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
ટેકનોલોજી
ક્રિકેટ
Advertisement