શોધખોળ કરો

Gandhinagar: ગુજરાતના 56 પ્રતિભાવાન ખેલાડીઓનું કરવામાં આવ્યું સન્માન, આ રમતવીરને મળ્યો 1 કરોડનો ચેક

Gandhinagar: ગાંધીનગર ખાતે રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે “ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ” કાર્યક્રમ યોજાયો હતો.

Gandhinagar: ગાંધીનગર ખાતે રમત-ગમત રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ગુજરાતના પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે “ખેલ પ્રતિભા પુરસ્કાર અર્પણ” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન  હર્ષ સંઘવીના હસ્તે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય કક્ષાએ તથા શાળાકીય અને ખેલો ઇન્ડિયા જેવી વિશિષ્ટ સ્પર્ધાઓમાં વિજેતા બનેલા ગુજરાતના કુલ ૫૬ પ્રતિભાવાન ખેલાડીઓને કુલ રૂ. ૧.૮૮ કરોડથી વધુના રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિમિંગ સ્પર્ધામાં એક ગોલ્ડ અને ત્રણ સિલ્વર મેડલ હાંસલ કરનાર આર્યન નહેરાને સૌથી વધુ એક કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ સૌ વિજેતા ખેલાડીઓ અને તેમના પરિવારજનોને શુભકામનાઓ પાઠવ્યા હતા. તેમણે એક સાચા ખેલાડીની પરિભાષા સમજાવતા કહ્યું હતું કે, રાજ્ય કક્ષાએ મેડલ મેળવ્યા બાદ સંતોષ ન કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવવાનું સ્વપ્ન જોઈને પૂરતી મહેનત કરે એ જ સાચો ખેલાડી છે. મેડલ મેળવવાનું સ્વપ્ન જોવું, એ ખેલાડીઓનો હક છે. એ સ્વપ્નને પૂરું કરવા પૂરતી મહેનત કરવી, એ ખેલાડીની જવાબદારી છે અને આ ખેલાડીઓને જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવી એ રાજ્ય સરકારની જવાબદારી છે. રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રતિભાવાન ખેલાડીઓ પણ ઉભા કરશે અને તે ખેલાડીઓ માટે પૂરતા અવસર પણ ઉભા કરશે, તેવી તેમણે ખાતરી આપી હતી.

 ગુજરાત સરકારે ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાનું આયોજન કર્યું છે. ખેલ મહાકુંભની છેલ્લી આવૃત્તિમાં ૬૬ લાખથી વધુ ખલાડીઓએ ભાગ લીધો હતો, જે પૈકી વિજેતા બનેલા ખેલાડીઓને કુલ રૂ. ૪૦ કરોડ રકમના રોકડ પુરસ્કારો રાજ્ય સરકારે એનાયત કર્યા હતા. રાજ્યની રમત-ગમતલક્ષી યોજનાઓ અંગે વાત કરતા કહ્યું હતું કે, આજે ઇન-સ્કૂલ યોજના અંતર્ગત ગુજરાતની ૨૩૦ શાળામાં ૫૦૦ જેટલા ટ્રેઈનરો પાસે કુલ ૧.૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ ભણવાની સાથે રમત-ગમતની પ્રોફેશનલ તાલીમ મેળવી રહ્યા છે. સાથે જ, DLSS અંતર્ગત પણ રાજ્યની ૪૧ જેટલી સ્પોર્ટ્સ સ્કૂલમાં ૫,૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ૨૧ રમતોમાં તાલીમ મેળવી રહ્યા છે. DLSSના દરેક વિદ્યાર્થી દીઠ રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧.૬૮ લાખનો ખર્ચ કરવામાં આવે છે. આટલું જ નહિ, સેન્ટર ઓફ એક્સેલેન્સ એકેડમી ખાતે પણ ગુજરાતના મહત્વકાંક્ષી ખેલાડીઓ રાષ્ટ્રીય-અંતરરાષ્ટ્રીય કક્ષાની તાલીમો મેળવી રહ્યા છે. આ ઉપરાંત શક્તિદૂત યોજના હેઠળ પણ રમતવીરોને રાજ્ય સરકાર જરૂરી તમામ આર્થિક સહાય પૂરી પાડી રહી છે.   

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે વર્ષ ૨૦૧૪માં ખેલપ્રતિભા પુરસ્કાર યોજના અમલમાં મૂકીને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવાનો એક આગવો અભિગમ અપનાવ્યો હતો. આ યોજના હેઠળ વર્ષ ૨૦૧૪-૧૫ થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીમાં રાજ્યના ૧,૬૨૭ જેટલા રમતવીરોને કુલ રૂ. ૨૪.૦૭ કરોડથી વધુના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો....

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન
Embed widget