શોધખોળ કરો
Advertisement
ગુજરાતના આ શહેરમાં 15 મે પછી લાગુ થશે નવા નિયમો? શરતો સાથે અપાઈ છૂટ પણ કઈ-કઈ વાતોનું રાખવું પડશે ધ્યાન? જાણો વિગત
અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની આગેવાનીમાં એએમસી કમિશનર સહિત ઉચ્ચ અધિકીરીઓ એક બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં લોકડાઉન ખુલ્લુ થયા પછી કયા પ્રકારના પગલાં લેવા તે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો
અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે કેસોમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં સંક્રમણ ન વધે તેના માટે અનેક કડક પગલ લેવામાં આવી રહ્યાં છે. કરિયાણા અને શાકભાજી વેચાણ પર 15 તારીખ સુધી પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ત્યારે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાની આગેવાનીમાં એએમસી કમિશનર સહિત ઉચ્ચ અધિકીરીઓ એક બેઠક મળી હતી. જેમાં આગામી દિવસોમાં લોકડાઉન ખુલ્લુ થયા પછી કયા પ્રકારના પગલાં લેવા તે અંગે મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો અને એક નવી ગાઈડલાઈન્સ બહાર પાડી હતી.
અમદાવાદમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે ગુજરાત સરકારે ખરીદી કરવા માટે સંપૂર્ણ રીતે ડીજીટલ થવાનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે લોકોને અપીલ કરી છે કે, તે કેશને બદલે યુપીઆઈ, એનઈએફટી, મોબાઈલ બેકિંગ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે. કરન્સી નોટથી વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે હોમ ડિલિવરી સહિતની બધી ખરીદી માટે ડીજીટલ માધ્યમને અપનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ગુજરાતના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ આ સંબંધમાં આદેશ બહાર પાડતા કહ્યું હતું કે, કરન્સી નોટ દ્વારા કોરોના સંક્રમણને રોકવા માટે હોમ ડિલિવરીમાં કેશલેસ પેમેન્ટ ફરજિયાત કરી દેવાયું છે. આ ચૂકવણી યુપીઆઈ સહિત અન્ય પ્લેટફોર્મ દ્વારા થશે. આ નિયમ 15 મેથી લાગુ થશે.
એક સપ્તાહના ચુસ્ત લોકડાઉન બાદ 15 મેથી અમદાવાદમાં ગ્રોસરી શોપ ખુલ્લા કરવા આદેશ આપવામાં આવ્યો છે. જેમાં ડી માર્ટ, ઓશિયા માર્કેટ સિવાય ઝોમેટો અમે સ્વીગીના ડિલિવરી માટે આયોજન કરવામાં આવ્યું છે.
શરૂઆતી તબક્કામાં ડીજીટલ પેમેન્ટમાં નાગરિકોને મુશ્કેલી પડી શકે છે જેના ભાગરૂપે ગ્રોસરી શોપના કર્મચારીઓને તાલીમ આપવાની કામગીરી કરવામાં આવશે. આ સિવાય રેડ ઝોનમાંથી આવતાં ઝોમેટો અને સ્વિગિના ડિલિવરી બોયને હાલ પરવાનગી આપવામાં આવશે નહીં. જો કે AMCના સૂત્રો અનુસાર, કોઈ પણ સ્ટોર પર સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરે તો તેની સામે કાર્યવાહી કરવા પણ AMCની તૈયારી છે.
- કોરોનાના સંક્રમણથી બચવા અમદાવાદમાં ડીજીટલ પેમેન્ટ પર વિશેષ ભાર મુકવામાં આવ્યો
- અમદાવાદની 17 હજાર જેટલી શાકભાજી, ફળ-દુધ અને કરિયાણાની દુકાનોમાં ડીજીટલ પેમેન્ટથી જ થશે ચૂકવણી
- 100 જેટલી ટીમ બનાવી ઓનલાઈન પેમેન્ટ એપ્લીકેશન ડાઉનલોડ કરાશે
- ઓનલાઈન ફૂડ ડિલિવર કરતી કંપનીઓએ પોતાના ડિલિવરી સ્ટાફનું 100 ટકા કરાવવું પડશે મેડિકલ સ્ક્રિનિંગ
- એટલું જ નહીં હોમ ડિલિવરીનો પણ ડીજીટલ પેમેન્ટથી વ્યવહાર કરવો પડશે
- 15 મેથી અમદાવાદમાં કેશ ઓન ડિલિવરી થઈ શકશે નહીં
- કન્ટેન્મેન્ટ અથવા તો રેડ ઝોનમાં કોઈ ડિલિવરી બોય જઈ શકશે નહીં
- ડિલિવરી બોય પાસે હેન્ડ ગ્લોવ્ઝ, સેનિટાઈશેઝન કેપ અને સેનિટાઈઝર રાખવા પડશે
- રેડઝોન સિવાયના વિસ્તારોમાં ગ્રોસરી શોપ ખોલવાના સ્પષ્ટ એંધાણ
- ડી માર્ટ, ઓશિયા, ઝોમેટો અને સ્વીગીના સંચાલકોને પોતાના કર્મચારીઓના ટેસ્ટ કરાવવા જવાબદારી સોંપવામાં આવી
- રોકડ રકમ દ્વારા ફેલાતા કોરોનાથી સંક્રમણ અટકાવવા ડીજીટલ પેમેન્ટનો વ્યાપ વધારવામાં આવશે
- ઓનલાઇન ડિલિવરી કરતાં કર્મચારીઓ રેડ ઝોનમાં પ્રવેશ પર મનાઈ ફરવામાં આવી
- તમામ વિકેરતાઓએ સાત દિવસ બાદ હેલ્થ કાર્ડ રીન્યુ કરાવવા પડશે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion