શોધખોળ કરો
Advertisement
ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો કયા વિસ્તારોમાં પડી શકે ધોધમાર વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ અનુસાર, 15 અને 16 તારીખે તો સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે પડશે
સમગ્ર ગુજરાતમાં હાલ ચોમાસું જામ્યું છે જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગે વધુ એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આજે અને આવતીકાલે એમ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત 17 તારીખ પણ ઘણી જગ્યાએ વરસાદ ઝાપટાં પડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેમાં આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગ અનુસાર, 15 અને 16 તારીખે તો સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે પડશે. હવામાન વિભાગનું કહેવું છે કે આ અઠવાડિયામાં આ બંને ઝોનમાં મેઘમહેર થશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. બુધવાર અને ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 15, 16 અને 17 જુલાઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ, જૂનાગઢ અને કચ્છ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ નવસારી, વલસાડ, દિવ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત દાદરા નગર હવેલી, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
મધ્ય ગુજરાત અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે, 17 જુલાઈથી 23 જુલાઇ સુધી હળવાથી ભારે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
રાજ્યમાં સીઝનનો 33 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 79 ટકા વરસાદ વરસી ચૂક્યો છે તો સૌરાષ્ટ્રમાં 61 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 20.72 ટકા, મધ્ય ગુજરાતમાં 20.24 ટકા અને ઉત્તર ગુજરાતમાં 18.84 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ હજું અપૂરતો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement