શોધખોળ કરો
પાડોશી રાજ્યના પોલીસ વડાઓની યોજાઇ બેઠક, સલામતી અને સંકલનને મુદ્દે ચર્ચા

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની ઉપસ્થિતીમાં કચ્છ ધોરડો ખાતે ઓલ ઈંડિયા ડીજી કોંફ્રેસ યોજાઈ હતી. ત્યારે નક્કી કરાયું હતું કે પાડોશી રાજ્યના પોલીસવડા થોડા સમયાંતરે બેઠક યોજે. જેનાં ભાગરૂપે ગાંધીનગરમાં બીજી બેઠક યોજાઇ હતી. જેમા મહારાષ્ટ્ર, રાજસ્થાન, છતીસગઢ, ગોવા સહિતના પાડોશી રાજ્યોના પોલીસ વડા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં રાજ્ય વચ્ચેના સલામતી અને સંકલનને લગતા મુદ્દાઓની ચર્ચા વિચારણા કરાઈ હતી. રાજ્ય પોલીસ વડાએ દાવો કર્યો છે કે ISIS જેવા આતંકી સંગઠનોની ગતિવિધી અને રાજ્યની દરિયાઈ સુરક્ષા બાબતે પોલીસ સંવેદનશીલ અને સતર્ક છે. તેમજ આ અંગે બાજ નજર રાખવામાં આવી રહી છે. સાથે જ એ વાતનો સ્વિકાર પણ કર્યો હતો કે, આગામી દિવસોમાં જ્યારે પોલીસ વિભાગમાં 17 હજાર જવાનોની ભરતી કરવાની છે. ત્યારે આ તમામ જવાનોને એક સાથે ગુજરાતમાં તાલીમ આપવી શકય નથી. જો કે મહારાષ્ટ્રના DGPએ મહારાષ્ટ્રમાં કેટલાક પોલીસ જવાનોને તાલીમ આપવાની તૈયારી બતાવી હતી.
વધુ વાંચો





















