PM Modi Gujarat visit: પીએમ મોદી આ ખાસ પ્રસંગે આવશે ગુજરાત, જાણો સમગ્ર કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત આવશે ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ નરેન્દ્ર મોદી ચોથી જુલાઇએ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ મહાત્મા મંદિરમાં યોજાનારા ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો પ્રારંભ કરાવશે.
PM Modi Gujarat visit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત આવશે ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ નરેન્દ્ર મોદી ચોથી જુલાઇએ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ મહાત્મા મંદિરમાં યોજાનારા ડિજિટલ ઇન્ડિયા સપ્તાહનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમમાં પીએમ ઉપરાંત કેન્દ્ર સરકારના અન્ય બે મંત્રીઓ પણ હાજર રહેશે. આઇટી સેક્ટર સાથે જોડાયેલા બિઝનેસ પર્સન અને નિષ્ણાંતો પણ આ કાર્યક્રમમાં જોડાશે. ૪થી જુલાઇના રોજ વડાપ્રધાન સાંજના ૪.૩૦ કલાકે મહાત્મા મંદિરમાં પહોંચશે. પીએમ મોદી લાભાર્થીઓ તેમજ સ્ટાર્ટઅપ્સના સંચાલકો સાથે સીધો સંવાદ કરશે. ૫.૦૦ કલાકે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઇટી, સ્કીલ ડેવલપમેન્ટના રાજ્યકક્ષાના મંત્રી રાજીવ ચંદ્રશેખર અને આ વિભાગના કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ ભાષણ આપશે. પીએમ મોદી સાંજના ૫.૩૦ કલાકે સંબોધન કરશે.
હૈદરાબાદમાં આજે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક
આજે હૈદરાબાદમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાઈ રહી છે. હૈદરાબાદના નોવાટેલ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત આ બેઠક આજથી શરૂ થશે. બીજેપી પ્રવક્તા એનવી સુભાષે કહ્યું હતું કે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા બેઠકની શરૂઆત કરશે. રાષ્ટ્રીય કાર્યકારિણીના સત્ર બાદ એક વિશાળ રેલી યોજાશે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. આ રેલી 3 જુલાઈના રોજ સાંજે 6.30 કલાકે પરેડ ગ્રાઉન્ડ પર યોજાશે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન શનિવારે બેગમપેટ પહોંચશે, જ્યાં તેમના સાર્વજનિક સ્વાગતની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજેપી પ્રવક્તાએ કહ્યું હતું કે હૈદરાબાદમાં 18 વર્ષ બાદ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી રહી છે, આ એક મોટો કાર્યક્રમ છે, જેના માટે દરેકને જવાબદારી સોંપવામાં આવી છે. દરેક વ્યક્તિ નિષ્ઠાપૂર્વક પોતપોતાના કાર્યમાં વ્યસ્ત છે જેથી કાર્યક્રમ કોઈપણ અવરોધ વિના પૂર્ણ થઈ શકે.
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ બનાવવામાં આવશે
એક રિપોર્ટ અનુસાર, કાર્યકારિણીની બેઠક દરમિયાન આગામી વર્ષે તેલંગણામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી સિવાય 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રણનીતિ તૈયાર કરવામાં આવશે. 2014માં કેન્દ્રમાં સત્તામાં આવ્યા પછી ભાજપની આ ત્રીજી બેઠક હશે, જે દક્ષિણ ભારતીય રાજ્યમાં યોજાઈ રહી છે.