શોધખોળ કરો
Advertisement
આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં ખાબક્યો? જાણો વિગત
આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 3.5 ઈંચ નોંધાયો હતો.
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ ખાબક્યો હતો જેને કારણ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. આજે સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં 3.5 ઈંચ નોંધાયો હતો.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં પડેલ વરસાદના આંકડા જાહેર થયા છે જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં 5.55 ઈંચ નોંધાયો હતો જ્યારે પોરબંદરના રાણાવાવમાં સાડા પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
સૌરાષ્ટ્રમાં પડી રહેલ અવિરત વરસાદના કારણે નદી, ચેકડેમ અને તળાવોમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રના 45 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં અડધાથી પાંચ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીના વરસાદના આંકડા
- સુરતના ઉમરપાડામાં 3.5 ઈંચ
- જૂનાગઢના કેશોદમાં 2.9 ઈંચ
- સુરતના માંગરોળમાં 2.5 ઈંચ
- નર્મદાના ડેડિયાપાડામાં 1.8 ઈંચ
- સુરત શહેરમાં 1.6 ઈંચ
- સુરતના કામરેજ, ઓલપાડમાં 1.5 ઈંચ
- નર્મદાના સાગબારામાં 1 ઈંચ
- ભરૂચના વાલિયામાં અડધો ઈંચ વરસાદ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
ક્રિકેટ
લાઇફસ્ટાઇલ
Advertisement
gujarati.abplive.com
Opinion