શોધખોળ કરો
Advertisement
ખેડૂતો આનંદો, સરકારે પાક વીમા રાહત માટેની અરજીમાં કેટલા દિવસનો કર્યો વધારો, જાણો વિગત
નીતિન પટેલે કહ્યું કે, કૉંગ્રેસ કહે છે માહિતી આપતાં નથી પણ કાયદા પ્રમાણે બધી જ માહિતી મળે છે
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, પાક નુકસાનની રાહતથી વંચિત ખેડૂતો માટે ઓનલાઇન નોંધણીની મુદ્દતમાં 14 દિવસનો વધારો કરાયો છે.જે મુજબ ખેડૂતો હવે 14 જાન્યુઆરી, 2020 સુધી સહાય રાહત પેકેજનો લાભ લેવા અરજી કરી શકશે.
વીમા સહાયને લઇને કૉંગ્રેસનાં આક્ષેપો પર નીતિન પટેલે કહ્યું કે, કૉંગ્રેસ કહે છે માહિતી આપતાં નથી પણ કાયદા પ્રમાણે બધી જ માહિતી મળે છે. વિધાનસભામાં પણ બધાં જ સવાલોનાં અમે જવાબ આપીએ છીએ. પાક વીમો મુદે અમે સક્રિય છીએ. સરકાર વીમા કંપનીઓ સાથે સંપર્કમાં છે. તીડથી ખેડૂતોને થયેલા નુકસાન મુદ્દે સર્વે કર્યા બાદ યોગ્ય વળતર આપવામાં આવશે.
નોંધનીય છે કે ભારે -કમોસમી વરસાદને લીધે નુકસાનનો ભોગ બનેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે રૂા.3800 કરોડનુ રાહત સહાય પેકેજ જાહેર કર્યુ હતું. આ રાહત સહાયનો લાભ મેળવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર, 2019 હતી. પરંતુ ત્યાં સુધીમાં રાજ્યના લાખો ખેડૂતોએ સહાય માટે અરજી કરી નહોતી, જેને ધ્યાનમાં લઈ આજે રૂપાણી સરકારે અરજીની સમય મર્યાદા વધારવાની જાહેરાત કરી હતી.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, રાજયમાં ચોમાસાની સિઝન પછીના પાછોતરા વરસાદ તેમજ માવઠાના કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયુ હતું. ખેડૂતને હેક્ટરદીઠ ૪,૦૦૦ થી ૬,૮૦૦ રૂપિયા સહાય આપવાનું નક્કી કરાયું હતું. રાજ્યભરના તમામ ખેડૂતો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવાઇ હતી. તેમાં શરત એ રખાઇ છેકે ખેડૂત ઓનલાઇન અરજી જે તે ગ્રામપંચાયતમાંથી જ ભરી શકશે. બાકી જગ્યાએથી ભરાયેલી અરજી માન્ય નહીં ગણાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
આરોગ્ય
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion