રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથમાં કરાશે
રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથમાં કરાશે. ગીર સોમનાથમાં 26 જાન્યુઆરીએ રાજ્યપાલ ધ્વજવંદન કરશે.
ગાંધીનગરઃ રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગીર સોમનાથમાં કરાશે. ગીર સોમનાથમાં 26 જાન્યુઆરીએ રાજ્યપાલ ધ્વજવંદન કરશે. રાજ્ય સરકારના મંત્રીઓ પોતાના પ્રભારી જિલ્લાઓમાં ધ્વજ વંદન કરશે. મોરબીમાં વિધાનસભાના અધ્યક્ષ નિમાબેન આચાર્ય હાજર રહેશે. રાજ્યકક્ષાનો પ્રજાસત્તાક પર્વ સાદાઇથી ઉજવાશે. કોરોનાની વકરતી સ્થિતિને ધ્યાનમાં રાખી સાદાઈથી ઉજવણી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 26 જાન્યુઆરીએ ગીરસોમનાથમાં માત્ર 32 મિનિટનો કાર્યક્રમ યોજાશે. રાજ્યપાલનો એટ હોમ તેમજ સંસ્કૃતિક કાર્યક્રમો રદ કરાયા છે.
મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય તહેવાર પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે સાદગીથી કરાશે
દિન-પ્રતિદિન કોરોના કેસ રાજ્યમાં વધી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ સતત તેના પર નિરીક્ષણ કરી રહ્યું છે. નિયમિત ઉચ્ચસ્તરીય કોર કમિટીની બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળી રહી છે. કોરોનાના કેસ નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યની જનતાને પણ કોવિડ ગાઇડલાઈનનું ચુસ્ત પાલન કરવા અનુરોધ છે.
મંત્રીએ કહ્યું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ટીમ ગુજરાતે સુશાસન તથા જનસેવાની પરિશ્રમ યાત્રાના ૧૨૧ દિવસ પૂર્ણ કર્યા છે. મંત્રી જીતુભાઇ વાઘાણીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સંદર્ભે કહ્યું કે આ રાષ્ટ્રીય તહેવાર સંપૂર્ણ કોવિડ પ્રોટોકોલના પાલન સાથે સાદગીથી ઉજવવામાં આવશે. ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિને રાજ્યભરમાં થનાર ઉજવણી દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે નહીં.
Budget 2022: પગારદાર વર્ગને બજેટમાં નાણામંત્રી પાસેથી આ અપેક્ષાઓ છે, 80Cમાં કર મુક્તિ વધવાની આશા
બજારમાંથી બનાવેલ સ્માર્ટ આધાર કાર્ડ માન્ય નહીં રહે, જાણો UIDAI એ શું કહ્યું.....
માત્ર ધુમ્રપાનના કારણે વીમા કંપની કેન્સરનો દાવો નકારી શકે નહીં, જાણો કોણે આપ્યો ચુકાદો