PSIની પ્રિલિમ પરીક્ષાના ગુણ જાહેર, જાણો ક્યા જોઈ શકાશે ગુણ
પરીક્ષામાં થયેલી ગેરરીતિ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગેરરીતિ થવી અને પેપરલીક થવું અલગ અલગ બાબત છે.કોઈપણ પરિક્ષાર્થીને સરકાર અન્યાય નહીં થવા દે.
ગાંધીનગર: PSIની પ્રિલિમ પરીક્ષાના ગુણ જાહેર કરવામાં આવ્યા છે. આ ગુણ PSI ભરતી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે. રાજ્યમાં હાલમાં લેવાયેલી ઘણી પરીક્ષાઓને લઈને સવાલો પણ ઉઠી રહ્યા છે. પહેલા પેપર લીક અને હવે ઉનાવામાં પરીક્ષામાં ગેરરીતિ અંગે યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ ઉનાવામાં પરીક્ષમાં થયેલી ગેરરીતિ અંગે જીતુ વાઘાણીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ગેરરીતિ થવી અને પેપરલીક થવું અલગ અલગ બાબત છે. કોઈપણ પરિક્ષાર્થીને સરકાર અન્યાય નહીં થવા દે. પેપર શરૂ થાય એ પહેલા ફરવા લાગે એને લીક થયું કહેવાય અને સંસ્થામાં પેપર પહોંચ્યા બાદ કોઈના હાથમાં પેપર આવે તો એ ગેરરીતિ છે. તેમણે એમ પણ કહ્યું કે, કોઈપાસે પેપર લીકના પુરાવાઓ આવે તો અમને મોકલવા. હરદેવ પરમાર નામના ઉમેદવારે તેમના મિત્રને પેપર મોકલાવ્યું હોવાની વાત તેમણે જણાવી હતી જ્યારે પાલીતાણામાં પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું. 1:4 મિનિટ પેપર ગ્રૂપમાં ફરતું થયું હતું. સેન્ટર બહાર અને અંદર પેપર શરૂ થયા બાદ કોઈ જઈ શકતું નથી. આ ગેરરીતિ મામલે બંને લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. જીતુ વાઘાણીએ વધુમાં કહ્યું કે, વહીવટીતંત્ર ગેરરીતિ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધશે.
22માં અમારી સરકાર બની તો આ 1 લાખ પોલીસને ગ્રેડ પેનો લાભ આપીશું
ગુજરાતમાં પોલીસને ગ્રેડ પે મુદ્દે આંદોલન કરી રહેલા નીલમ મકવાણાને સિવિલ હોસ્પિટલ ખાતે મળવા માટે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પહોંચ્યા હતા. જોકે, તેમને મળવાની મંજૂરી મળી નહોતી. આથી તેમણે નીલમના ભાઈ સાથે મુલાકાત કરી હતી. પોલીસકર્મીના ગ્રેડ પે આંદોલન મુદ્દે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નીલમબેન મકવાણા ઉપવાસ પર ઉતર્યા છે, તેમને મળવા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પહોચ્યા હતા.
નીલમ મકવાણાને હિંમત આપવા માટે પહોચ્યા. મળવાની પરવાનગી નહોતી મળી તેથી તેના ભાઈને મળ્યા. ન્યાયના રસ્તે સંઘર્ષ હોય છે. આખા પોલીસ વિભાગને સમર્થન કરતી નિલમ મકવાણાને સમર્થન કરવા આવ્યા છીએ. જો રિપોર્ટ તૈયાર હોય તો નિરાકરણ લાવો, તેમ હાર્દિક પટેલે કહ્યું હતું. નીલમ મકવાણાને મળવા પહોંચેલા જીગ્નેશ મેવાણી કોંગ્રેસ વતી પોલીસને વચન આપ્યું હતું કે, '22માં અમારી સરકાર બની તો આ 1 લાખ પોલીસને ગ્રેડ પેનો લાભ આપીશું'.