શોધખોળ કરો

Gandhinagar: સોસાયટીમાં વિકાસ માટે રાજ્ય સરકારે કરોડોની ગ્રાન્ટ કરી મંજુર, જાણો કરી નગરપાલિકાને મળશે લાભ

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરોમાં વસવાટ કરતા નાગરિકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો કરવાના હેતુસર ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં ૬ નગરો માટે રૂ. ૧૦.૭૭ કરોડની ફાળવણીની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્યના નગરો-મહાનગરોના આયોજનબદ્ધ સર્વગ્રાહી વિકાસ અને જનસુવિધાના કામો માટે ગુજરાત રાજ્યની સ્થાપનાના સુવર્ણ જયંતિ વર્ષ ૨૦૧૦માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલી છે.

આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના એક ઘટક તરીકે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ૨૦૧૨થી કાર્યરત છે. ખાનગી સોસાયટી જનભાગીદારીની આ યોજના અન્વયે નગરપાલિકા, મહાનગરપાલિકાઓ તેમના વિસ્તારની ખાનગી સોસાયટીમાં રસ્તા, પેવરબ્લોક, પાણીની લાઈન, ગટરલાઈન, સ્ટ્રીટ લાઈન, રેઈન વોટર હાર્વેસ્ટિંગ તથા સોસાયટીઓમાં કોમન પ્લોટમાં પેવરબ્લોક નાખવાના કામો હાથ ધરી શકે છે.

આ માટે ૭૦ ટકા ગ્રાન્ટ રાજ્ય સરકાર તરફથી, ૨૦ ટકા જે-તે ખાનગી સોસાયટીનો ફાળો તેમજ ૧૦ ટકા સ્થાનિક સંસ્થાનો ફાળો એમ ગ્રાન્ટ ફાળવણીથી કામો કરવામાં આવતા હોય છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત રાજ્યની કલોલ નગરપાલિકાને આવા ૬૪ કામો માટે રૂ. ૩.૧૭ કરોડ, સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને ૨૦ કામો માટે રૂ. ૬.૬૫ કરોડ સહિત પાટણમાં ૧૧ કામો માટે રૂ. ૬૧.૯૫ લાખ, વિરમગામમાં બે કામો માટે રૂ. ૨૧.૬૪ લાખ તેમ જ જસદણમાં રૂ. ૧૧.૦૯ લાખ મળીને કુલ ૧૦૯ કામો માટે સમગ્રતયા રૂ. ૧૦.૭૭ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતની આ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૨,૭૨૬ કામો માટે રૂ. ૩૬૯૨.૪૨ કરોડની મંજૂરીઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુ ૧૦૯ કામો ૬ નગરપાલિકાઓમાં મંજૂર કરીને રૂ. ૧૦.૭૭ કરોડની ફાળવણી કરવા સૈદ્ધાંતિક અનુમોદન આપતાં આ ૬ નગરોમાં ખાનગી સોસાયટીઓનાં જનહિત કામો હાથ પર લઈ શકાશે.

એટલું જ નહીં, નગરપાલિકા, મહાનગરપાલિકાઓને તેમના વિસ્તારમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં આ યોજનાના કામો માટે અંદાજિત ખર્ચના ૭૦ ટકાની સહાય રાજ્ય સરકાર દ્વારા અપાતી તેમાં પ્રત્યેક લાભાર્થી કુટુંબ દીઠ રૂ. ૨૫,૦૦૦ ની સહાય મર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં શહેરી વિકાસ વિભાગે આ સહાય મર્યાદા પણ જૂન-૨૦૨૩ થી દૂર કરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 

રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 

Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 

Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'પાવરફુલ' દાદાHun To Bolish : હું તો બોલીશ : કેટલી વધી મોંઘવારી?Saurashtra Express Train Derailment : કીમ રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી!Botad Accident News: બોટાદના ખસ રોડ ઉપર ગમખ્વાર અકસ્માત, બેફામ આઈસર ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
Delhi Assembly election 2025:  કૉંગ્રેસે 26 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને મળી ટિકિટ 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
રાષ્ટ્રપતિએ 5 રાજ્યોમાં નવા રાજ્યપાલ નિયુક્ત કર્યા, આરિફ મો. ખાન બિહારના ગવર્નર બન્યા 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Jammu Kashmir: પૂંછમાં ભારતીય સેનાનું વાહન ઊંડી ખીણમાં ખાબક્યું, 5 જવાનોના મોત 
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
Baba Vanga Predictions 2025: બાબા વેંગા અનુસાર 2025માં આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, જાણો
IND-W vs WI-W: ટીમ ઈન્ડિયાએ જીતી બીજી વનડે, વેસ્ટઈન્ડિઝ સામે સીરીઝ પોતાના નામે કરી  

આ રાજ્ય સરકારે ક્રિસમસ પર કર્મચારીઓને આપી મોટી ભેટ,  મોંઘવારી ભથ્થામાં કર્યો ત્રણ ટકાનો વધારો  

ESIC : કરોડો કર્મચારીઓ માટે આવ્યા ખુશીના સમાચાર, જાણો કઈ રીતે થશે ફાયદો 

પ્લેનમાં ટિકિટ બુક કરતા પહેલા જાણી લો આ નવા નિયમ વિશે, બાદમાં મુશ્કેલીમાં મૂકાશો  

Embed widget