શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાહુલ ગાંધી 'વીઆઈપી ખેડૂત', ટ્રેક્ટર પર સોફો લગાવી બેસે છે : સ્મૃતિ ઈરાની
કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વીઆઈપી ખેડૂત ગણાવ્યા છે.
ગાંધીનગર: કેંદ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સોમવારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને વીઆઈપી ખેડૂત ગણાવ્યા છે. એક તસવીરમાં રાહુલ ગાંધી કેંદ્ર સરકારના નવા કૃષિ બિલના વિરોધમાં પંજાબમાં કૉંગ્રેસની રેલીમાં ટ્રેક્ટર પર સોફા જેવી સીટ પર બેસેલા જોવા મળ્યા હતા. બાદમાં સ્મૃતિ ઈરાનીએ તેમના પર નિશાન સાધ્યું હતું.
2019ની ચૂંટણીમાં અમેઠીમાં ગાંધી પરિવારને માત આપનાર સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, તેઓ ટ્રેક્ટર ઉપર પણ સોફો લગાવીને બેઠા છે. તેમની જેવો વીઆઇપી ખેડૂત ક્યારેય પણ એવી સિસ્ટમનું સમર્થન નહીં કરે કે જે નાના અને ગરીબ ખેડૂતોને વચેટિયામાંથી મુક્તિ આપવા માટે બની છે.
રાહુલ ગાંધીએ પંજાબમા રેલી દરમિયાન કહ્યું હતું કે જો તેઓ સત્તામાં આવશે તો આ વિવાદિત કાયદાઓને દૂર કરશે. આ નિવેદનના જવાબમાં તેમણે કહ્યું કે સત્તામાં આવવાનું તેમનું સ્વપ્ન ક્યારેય પણ પુરુ નહીં થાય. સંસદીય પરંપરાઓનું સન્માન કરવું એ તેમની પ્રકૃતિ નથી. તમે તેમની પાસે સંસદના સન્માનની અપેક્ષા ના રાખી શકો.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion