શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં રૂપાણી સરકારે મહિલા-પુરુષો માટે ઉપયોગી શાની દુકાનો ખોલવાની આપી મંજૂરી
કોરોનાના વધુ કેસ હોવાના કારણે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય
ગાંધીનગરઃ મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી હાઇલેવલની મિટિંગમાં લોકડાઉનને લઇને અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. સીએમઓના સચિવ અશ્વિની કુમારે સરકારે લીધેલા નિર્ણયોની માહિતી આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરોનાના વધુ કેસ હોવાના કારણે અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય. તે સિવાય રાજ્યમાં પાન- ગલ્લાની દુકાન ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કોઇ પણ ઝોનમાં પાનની દુકાન ખોલવાની મંજૂરી નથી.
અશ્વિની કુમારે કહ્યું કે, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં રહેલા જિલ્લાઓમાં બ્યૂટી પાર્લર, સલૂન, ચાની દુકાન ખોલી શકાશે. તે સિવાય ગ્રીન ઝોનમાં બસની સેવા પણ શરૂ થશે. જોકે બસમાં વધુમાં વધુ ૩૦ મુસાફરો સાથે એસટી બસ સેવા શરૂ કરી શકાશે. તે સિવાય એક પણ ઝોનમાં આગામી બે અઠવાડિયા સુધી પાન-મસાલાના ગલ્લા અને લિકર શોપ શરૂ કરી શકાશે નહીં.
તેમણે કહ્યુ કે, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, ભાવનગર અને રાજકોટ જેવા છ શહેરી વિસ્તારમાં લોકડાઉનનું કડકપણે પાલન કરાવવામાં આવશે. દૂધ, દવા, કરિયાણા, શાકભાજી સિવાયની દુકાનો શરૂ કરી શકાશે નહીં. બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ, ખંભાત, બારેજા નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion