શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Update: રાજ્યમાં આજે કયા જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ ? જાણો વિગત
રાજ્યમાં 90 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,652 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,17,333 પર પહોંચી છે.
વલસાડઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1535 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 15 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4064 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,742 એક્ટિવ કેસ છે, જ્યારે 1,98,527 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 90 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,652 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,17,333 પર પહોંચી છે.
આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે વલસાડમાં એક પણ કેસ નોંધાયો નહોતો. જ્યારે બે લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત છોટા ઉદેપુરમાં 1, પોરબંદરમાં 2, નવસારીમાં 2, બોટાદમાં 2, તાપીમાં 3, ભાવનગરમાં 3, અરવલ્લીમાં 7, દેવભૂમિ દ્વારકામાં 9 કેસ નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 296 કેસ નોંધાયા હતા.
રાજ્યમાં કેટલો છે રિકવરી રેટ
રાજ્યમાં આજે કુલ 1535 દર્દી સાજા થયા હતા અને 69,668 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 81,72,380 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.35 ટકા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,41,064 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,40,916 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 148 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અરવલ્લીમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળી કુલ 15 લોકોને કોરોના ભરખી ગયો હતો.
Farmers Protest: ખેડૂતો અને સરકાર વચ્ચેની મીટિંગમાં આજે પણ ન આવ્યું કોઈ પરિણામ, 9 ડિસેમ્બરે થશે વધુ વાટાઘાટ
ઝીંદમાં ખાપ પંચાયતે લીધો મોટો ફેંસલો, કંગના રનૌતનો કરાશે બહિષ્કાર, જાણો શું છે મામલો
Corona Vaccine: રાજ્યમાં સૌથી પહેલા કોને આપવામાં આવશે રસી, નીતિન પટેલે શું કરી જાહેરાત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement