કચ્છમાં ગણેશ વિસર્જન સમયે ઘટી મોટી દુર્ઘટના, 3 લોકોના મોત, 2 ઇજાગ્રસ્ત, ખુશીના પ્રંસગમાં માતમ
ગણેશ વિસર્જન સમયે રાજકોટની જેમ કચ્છમાં પણ એક દુર્ઘટના ઘટી હતી અને ખુશીનો પ્રસંગ માતમમાં ફરેવાઇ ગયું
કચ્છ:ગણેશ વિસર્જન સમયે કચ્છના ગાંધીધામમાં અંતરજાળ ગામ પાસેના તળાવમાં ડૂબી જતા ત્રણના મોત થયા છે જ્યારે 2 લોકોને બચાવી લેતા તેમને હોસ્પિટલ ખસેડાયા છે. મૃતકોના મૃતદેહને આદિપુરની સરકારી હોસ્પિટલમાં મોકલાયા હતા. ઘટના સમાચાર મળતાં મૃતકોના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
તો બીજી તરફ રાજકોટમાં રાજકોટમાં આજી ડેમમાં ડૂબી જવાથી 2 લોકોના મોત થયા છે.ગણેશ વિસર્જન કરતા સમયે ડૂબી જવાથી મામા-ભાણેજના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવી હતી. જે બાદ ફાયરની ઘટના સ્થળે પહોંચી હતી અને બન્નેના મૃતદેહને બહાર કાઢ્યા હતા. એક જ પરિવારના 2ના મોતથી શોકનો માહોલ છવાયો છે.
આ અંગે સામે આવેલી વિગતો અનુસાર રાજકોટના કોઠારિયા રોડ પર આવેલી મણીનગર સોસાયટીમાંથી ગણેશ વિસર્જન માટે આજીડેમ ગયા હતા. ત્યા દુર્ઘટના ઘટી હતી. મામા રામભાઇની ઉંમર ૩૩ વર્ષ હતા જ્યારે હર્ષ નામના તેમના ભાણેજની ઉંમર ૧૯ વર્ષ હતી. એક જ પરિવારના બે લોકોના મોત થતા પરિવારમાં માતમ છવાયો છે.
બંને યુવાનો ડૂબતા હોય તેવા લાઇવ વિડિયો આવ્યા સામે આવ્યો છે. યુવકોના પરિવારજનો બહાર ઊભા છે અને યુવાનો ડૂબી રહ્યા છે. મામા કેતન ઉર્ફે રામભાઈને બેટરીની દુકાન છે અને ભાણેજ અભ્યાસ કરતો હતો.. બંને યુવાનો પરિવારની નજર સામે ડૂબતા પરિવારમાં શોકનું મોજું ફેલાયું છે. સમગ્ર બનાવ લાઈવ વીડિયોમાં જોઈ શકાય છે કે બ્લેક શર્ટ વાળો યુવાનને તરતા આવડતું હોવાથી તે બચી જાય છે અને આ બંને યુવાનો ડૂબી જાય છે.
આ પણ વાંચો
Gujarat Rain Forecast: રાજયમાં આગામી 2 દિવસ વરસાદની આગાહી, આજે આ જિલ્લામાં રહેશે મેઘમહેર
સૌરાષ્ટ્રને આજે મળશે પહેલી વંદે ભારત ટ્રેન, અમદાવાદ-જામનગર ભારત એક્સપ્રેસને PM મોદી આપશે લીલી ઝંડી
Weather Update Today: આજે 22 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, નાગપુરમાં પૂરથી 10 હજાર મકાનને નુકસાન