પાંચ દિવસ કાળઝાળ ગરમીની આગાહી, અમદાવાદમાં ઉનાળો રોદ્ર સ્વરૂપ દેખાડશે
હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહીને લીધે પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદ: રાજ્યમાં આગામી પાંચ દિવસ કાળઝાળ ગરમીની આગાહી વચ્ચે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહીને લીધે પાંચ દિવસ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એટલુ જ નહીં, હવામાન વિભાગે અમદાવાદમાં 26થી 28 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થવાની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવુ એપ્રિલના છેલ્લા દસ વર્ષમાં બન્યુ નથી. આગામી બે દિવસમાં અમદાવાદમાં ઉનાળો રોદ્ર સ્વરૂપ દેખાડી શકે છે.
આભમાંથી અગનજ્વાળા વરસતી રહીછે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે દિવસ સુધી હીટ વેવની આગાહી છે. આ હીટ વેવની આગાહીથી બચવા માટે કોર્પોરેશનને ગાઈડલાઈન બહાર પાડી છે.
શુક્રવારે રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો અમરેલીમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તો કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 42.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. આ તરફ પાટનગર ગાંધીનગર અને કેશોદમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચ્યો હતો. અમદાવાદ અને સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 41.9 ડિગ્રી પર પહોંચ્યો. વડોદરા અને ભૂજમાં ગરમીનો પારો 41.4 ડિગ્રી પર પહોંચી ગયો. વલ્લભવિદ્યાનગર અને સુરતમાં ગરમીનો પારો 40.8 ડિગ્રી પર પહોંચી ગયો હતો. તો ડીસામાં ગરમીનો પારો 40.6 ડિગ્રી પર પહોંચ્યો હતો. વલસાડ અને ભાવનગરમાં પણ ગરમીનો પારો 40.5 ડિગ્રી પર પહોંચ્યો હતો.
હવામાન વિભાગે અમદાવાદમાં 26થી 28 એપ્રિલ દરમિયાન મહત્તમ તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થવાની આગાહી વ્યક્ત કરી છે. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો હોય તેવુ એપ્રિલના છેલ્લા દસ વર્ષમાં બન્યુ નથી. આગામી બે દિવસમાં અમદાવાદમાં ઉનાળો રોદ્ર સ્વરૂપ દેખાડી શકે છે.