PI transfer: રાજ્યમાં 50 PIની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા
રાજ્યના 50 PIની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરના 9 પીઆઈ સહિત રાજ્યના 50 પીઆઈની બદલી કરવામાં આવી છે.
ગાંધીનગર: રાજ્યના 50 PIની બદલી(PI transfer) કરવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરના 9 પીઆઈ સહિત રાજ્યના 50 પીઆઈની બદલી કરવામાં આવી છે. રાજકોટ શહેરના એમ.આર. પરમારને સીઆઇડી ક્રાઈમ, વી.જે. ફર્નાન્ડિઝને અમદાવાદ શહેરમાં બદલી કરાઈ, જ્યારે રેલવે વડોદરાના કે.એમ. ચૌધરીને રાજકોટ શહેરમાં મુકાયા છે. રાજકોટ ગ્રામ્યના એ.આર. ગોહિલને એસીબીમાં બદલી કરવામાં આવી છે. જે.વાય. ચૌહાણને રાજકોટ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે.
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ ત્રણ વર્ષથી એક જ જગ્યાએ હોય તેવા પોલીસ અધિકારીઓની બદલી કરવા માટે તમામ પોલીસ કમિશનર અને એસપીને સૂચના આપી હતી. જેને લઈ આજે રાજ્યના 50 પીઆઇની બદલી કરવામાં આવી છે.
થોડા સમય પહેલા રાજ્યમાં પીએસઆઈને પ્રમોશન આપવામાં આવ્યા હતા. PSIને PIના પ્રમોશન આપી બદલી કરવામાં આવી હતી.
PM મોદી શનિવારે અમદાવાદમાં ફૂટ ઓવર બ્રિજનું કરશે ઉદ્ઘાટન
ગયા અઠવાડિયે ભારતે તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા અને તે જ દિવસે અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટે પણ એક દાયકો પૂર્ણ કર્યો. પ્રવાસીઓ અને મુલાકાતીઓના રસને ધ્યાનમાં રાખીને સાબરમતી રિવરફ્રન્ટ પર એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજના નિર્માણથી વધુ એક આકર્ષણ સર્જાયું છે. સાબરમતી રિવરફ્રન્ટના પૂર્વ અને પશ્ચિમને જોડતા 300 મીટરના પુલનું શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે.
જાણો અટલ ફુટ ઓવર બ્રિજની વિશેષતા
રિવરફ્રન્ટ ફૂટ ઓવર બ્રિજની ઘણી વિશેષતાઓ છે અને તેના લોકાર્પણથી લોકોને ઘણી સુવિધાઓ પણ મળશે. આ બ્રિજ પૂર્વ અને પશ્ચિમ કાંઠે વિવિધ જાહેર વિકાસ માટે મલ્ટી-લેવલ કાર પાર્કિંગ અને કનેક્ટિવિટી પૂરી પાડશે અને પશ્ચિમ કાંઠે ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ ગ્રાઉન્ડ્સ વચ્ચેના પ્લાઝાથી પૂર્વમાં પ્રસ્તાવિત આર્ટસ, કલ્ચરલ, એક્ઝિબિશન સેન્ટર સુધી જોડાશે. ફૂટ ઓવર બ્રિજ તેની ડિઝાઇનમાં અનન્ય છે અને દર્શકો તેની પ્રશંસા કરવાનું બંધ કરી શકતા નથી.
ફૂટ ઓવર બ્રિજ શહેરની સુંદરતામાં વધારો કરશે
એટલું જ નહીં, તે ટેક્નોલોજીના દૃષ્ટિકોણથી નદીની સાથે શહેરની સ્થિતિ અને સુંદરતામાં પણ વધારો કરશે. તેને એન્જિનિયરિંગ અજાયબીનો નમૂનો પણ કહી શકાય. આ ફૂટ ઓવર બ્રિજ સામાન્ય લોકોને સુવિધા તો આપશે જ પરંતુ અમદાવાદના સાબરમતી રિવર ફ્રન્ટની સુંદરતામાં પણ વધારો કરશે.