Kandla: કંડલા પોર્ટે વાવાઝોડા દરમિયાન જાહેર કરેલો પત્ર આવ્યો શંકાના ઘેરામાં, શું પોર્ટમાં કોઈ ગોલમાલ કે ષડયંત્ર થયું છે?
કંડલા: રાજ્યમાં તાજેતરમાં આવેલા વાવાઝોડાને કારણે શાળા-કોલેજોની સાથે સાથે બંદરોને બંધ કરવાની ફરજ પડી હતી. હવે આ કડીમાં કંડલાના દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ જાહેર કરેલો એક પરિપત્ર શંકાના દાયરામાં આવ્યો છે.
કંડલા: રાજ્યમાં તાજેતરમાં આવેલા વાવાઝોડાને કારણે શાળા-કોલેજોની સાથે સાથે બંદરોને બંધ કરવાની ફરજ પડી હતી. હવે આ કડીમાં કંડલાના દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ જાહેર કરેલો એક પરિપત્ર શંકાના દાયરામાં આવ્યો છે. બિપરજોય વાવાઝોડાના કલાકો પહેલા કરાયેલા પરિપત્રએ અનેક ચર્ચાઓ જગાવી છે.
લોકો પુછી રહ્યા કે, પોર્ટમાં શું કોઈ ગોલમાલ કે ષડયંત્ર થયું છે ? એવી કોઈ ઘટના બની છે કે જેને છુપાવવા આવો પરિપત્ર બહાર પાડવો પડ્યો. તમને જણાવી દઈએ કે, આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, કંડલા પોર્ટની માહિતી, ફોટા કે વિડિયો લીક ન કરવા. આ અંગેનો પરિપત્ર વાવાઝોડાના કલાકો પહેલાં જ કેમ બહાર પાડવામાં આવ્યો તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરિપત્રમાં માહિતી, ફોટા કે વિડિયો વાયરલ કે લીક કરનાર સામે એક્શન લેવાની ધમકી પણ આપવામાં આવી છે. પોર્ટ શટડાઉન હોવાથી ગણતરીનો સ્ટાફ જ સ્થળ પર હતો છતાં પરિપત્ર કેમ? હવે આ પરિપત્રને લઈને અનેક સવાલો ઉઠ્યા છે.
આગામી 5 દિવસ રાજ્યના આ જિલ્લામાં પડશે વરસાદ
રાજ્યમાં ચોમાસાના આગમનને લઈને માઠા સમાચાર છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ ચોમાસા માટે રાહ જોવી પડશે. બિરપજોય વાવાઝોડા બાદ હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ફરી કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગેના અનુમાન મુજબ આગામી પાંચ દિવસ ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે. જો કે હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં હજુ ચોમાસાના વરસાદ માટે રાહ જોવી પડશે. બિપરજોય વાવાઝોડાને લઈને ચોમાસું મોડુ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 18 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ડાંગ, તાપી, છોટા ઉદેપુરમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.
ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ? અંબાલાલ પટેલે શું આપ્યા સંકેત
અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે 25 થી 30 જૂન દરમિયાન ભારે વરસાદના કારણે સાબરમતી નદીમાં પાણીના સ્તર ઉંચા આવશે. 5 થી 8 જૂલાઈ દરમિયાન દેશ અને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ વરસશે. એટલું જ નહી જૂલાઇમાં પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે, જૂલાઇમાં ભારે વરસાદથી તાપી અને નર્મદા નદીના જળ સ્તરમાં વધારો થશે. નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળશે. જૂનના અંતમાં અથવા જૂલાઇમાં મુંબઇમાં વરસાદની શરૂ થશે. અંબાલાલે કહ્યું હતું કે ચોમાસુ કર્ણાટકમાં ગૂંચવાયું છે પરંતુ જૂલાઇમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદ પડશે. સાથે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પૂર આવવાની પણ આગાહી કરવામાં આવી છે.