Gujarat Rain Forecast: ગુજરાતમાં 25 ઓગસ્ટથી આ જિલ્લામાં અતિભારે વરસાદનું આગાહી, જાણો આજે ક્યાં વરસશે
Gujarat Rain Forecast: ગુજરાતમાં મોટાભાગના વિસ્તારમાં હવે વરસાદનું જોર ઘટશે, 25 ઓગસ્ટથી ગુજરાત રિજનમાં ભારે વરસાદનું અનુમાન છે. જાણીએ આજે ક્યા વરસશે વરસાદ

Gujarat Rain Forecast: ગુજરાતમાં હાલ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મૂશળધાર વરસાદ વરસ્યો, હવામાન વિભાગની આગાહી મુજબ ઓગસ્ટના અંત સુધી ગુજરાતમાં સારો વરસાદ વરસશે. ગુજરાતમાં હવે સૌરાષ્ટ્ર વિસ્તારમાં હવે વરસાદનું પ્રમાણ ઘટતું જોવા મળશે. જો કે હજુ પણ કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર વધશે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા,અરવલ્લી, મહિસાગર, ગાંધીનગર, મહેસાણામાં વધુ વરસાદનું અનુમાન છે. કચ્છમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં પણ મધ્યમ વરસાદનું અનુમાન છે. 22 ઓગસ્ટથી હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધી શકે છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરની આસપાસના વિસ્તારમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય અમરેલી, ભાવનગર, બોટાદ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરંબદર, રાજકોટ,મોરબીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ,દાહોદમાં પણ હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડશે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની પણ શક્યતા છે.
સિસ્ટમ હતી તે કચ્છથી પરથી પસાર થઇને હવે અરબ સમુદ્ર પર છે જેની ગુજરાત પર અસર થશે, હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં હવે અતિભારે વરસાદની શકયતા ઓછી છે. પરંતુ 25 ઓગસ્ટ બાદ ફરી એકવાર અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાત, મધ્ય ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે. ટૂંકમાં હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ગુજરાત રિજન સહિત સૌરાષ્ટ્રમાં ફરી એકવાર 25 ઓગસ્ટથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થશે.
હવામાન વિભાગે આજે આજે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે અહીં આજે અતિભારે વરસાદની સંભાવના છે.રાજ્યમાં આજે 10 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે..હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફુંકાશે...દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, નવસારી, વલસાડ સહિત 10 તાલુકામાં ભારે વરસાદની સંભાવના છે..બીજી તરફ પંચમહાલ અને દાહોદને બાદ કરતા 20 જિલ્લામાં અઢીથી ચાર ઈંચ સુધી વરસાદ પડવાની સંભાવના છે..





















