Weather Forecast:અગન વર્ષાની આગાહી, કચ્છમાં રેડ એલર્ટ, તો આ જિલ્લામાં ગરમીનું ઓરેંજ એલર્ટ
Weather Forecast:હવામાન વિભાગે આકરી ગરમીની ચેતાવણી આપી છે. ગુજરાત સહિત સાત રાજ્યોમાં હીટવેવનું એલર્ટ અપાયું છે.

Weather Forecast: એપ્રિલ મહિનો શરૂ થતાં જ દેશભરના મોટાભાગના રાજ્યોમાં અગન વર્ષા વરસી રહી છે. હજુ અંગ દઝાડતી ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાત સહિત સાત રાજ્યોમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે.
ગુજરાત ભીષણ ગરમીના પ્રકોપમાં શેકાયું છે. હવામાન વિભાગની ચેતાવણી મુજબ હજુ તાપના ટોર્ચરથી રાહત નહિ મળે. 44.2 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું, અમદાવાદ, ભુજ, રાજકોટ, ડીસામાં 43 ડિગ્રીને પાર તાપમાન પહોચ્યું છે. આજે પણ કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. પોરબંદર, રાજકોટ, મોરબીમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની ચેતાવણી મુજબ સૌરાષ્ટ્રના અનેક જિલ્લા અગનભઠ્ઠીમાં શેકાશે. આકાર તાપનું સૌરાષ્ટ્રમાં અનુમાન છે. આકરા તાપથી બપોરના સમયે બજારો સૂમસામ જોવા મળે છે.
રવિવારે ગુજરાતના 9 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો.. કચ્છનું કંડલા એરપોર્ટ સૌથી ગરમ રહ્યું. કંડલા એરપોર્ટ પર 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સુરેન્દ્રનગરમાં 44.2 . રાજકોટમાં 43.9,. ડીસામાં 43.3 ડિગ્રી, અમદાવાદ અને ભુજમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. એપ્રિલના પ્રારંભમાં જ અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં આકરા તાપનું ટોર્ચર યથાવત છે. રવિવારે અમદાવાદમાં આ સિઝનનું સૌથી વધુ મહતમ તાપમાન 43 ડિગ્રી રહ્યું તો ગાંધીનગરમાં ગરમીનો પારો 42.5 ડિગ્રી પહોચ્યો હતો. આગામી ત્રણ દિવસ બંન્ને શહેરમાં મહતમ તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની આગાહી છે.
કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજથી પાંચ દિવસ સુધી હીટવેવની હવામાન વિભાગની આગાહી.. આજે કચ્છમાં ગરમીનું રેડ એલર્ટ તો કાલે ઓરેન્જ એલર્ટ અને રાજકોટ, મોરબી અને પોરબંદરમાં આજે ઓરેન્જ એલર્ટ સુરેન્દ્રનગર અને જુનાગઢમાં ગરમીનું યલો એલર્ટ છે.
ઉત્તર ગુજરાતમાં ભીષણ ગરમીનું ટોર્ચર ડીસામાં મહમત તાપમાન 43.3 ડિગ્રી તો વલ્લભવિદ્યાનગરમાં 41.4 ડિગ્રી, આજથી ચાર દિવસ સુધી બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠામાં ગરમીનું યલો એલર્ટ છે.
ગુજરાત, રાજસ્થાન, હરિયાણા સહિત સાત રાજ્યમાં હીટવેવની ચેતવણી છે. રાજસ્થાનથી દિલ્લી અને ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર જવાની આગાહી કરવામાં આવી છે. જયપુર, જોધપુર અને બિકાનેરમાં આકારા તાપના એલર્ટના કારણે બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા લોકોને સલાહ અપાઇ છે.





















