ગુજરાતમાં કોરોના કેસમાં ચિંતાજનક ઉછાળો, આજે 111 નવા કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ કેસ
છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 111 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા થોડા દિવસોથી ગુજરાતમાં કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાયરસના 111 નવા કેસ નોંધાયા છે. આ કુલ કેસમાં સૌથી વધુ અમદાવાદમાં 48 કોરોના કેસ આવ્યા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા થોડા દિવસોથી નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત આજે અમદાવાદ જિલ્લામાં 02, વડોદરા શહેરમાં 25, સુરત શહેરમાં 8, રાજકોટ શહેરમાં 7, ગાંધનગર શહેરમાં 5, વલસાડમાં 5, આણંદમાં 2, જામનગર શહેરમાં 2, રાજકોટમાં 2, સુરતમાં 2 અને જામનગર, મોરબી અને મહેસાણામાં 1-1 નવા કોરોના કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં કોરોનાથી એક પણ મોત થયું નથી. મહત્વનું છે કે, આજે અમદાવાદ શહેરના કુલ કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે.
આજે કુલ 29 દર્દી સાજા થયાઃ
આ સાથે રાજ્યમાં આજે કુલ 29 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 23, વડોદરા શહેરમાં 1, ગાંધીનગર શહેરમાં 1, સુરત શહેરમાં 1, સુરત જિલ્લામાં 1 દર્દી મળી કુલ 29 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ એક્ટિવ કેસનો આંકડો 445 પર પહોંચ્યો છે જેમાં હાલ કોઈ દર્દી વેન્ટિલેટર પર નથી. તમામ 445 દર્દીઓ હાલ સ્ટેબલ છે. આ સાથે રાજ્યમાં કુલ 12,14, 309 લોકો ડિસ્ચાર્જ થઈ ગયા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 99.07 ટકા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધી કુલ 10944 દર્દીઓનાં મોત થયાં છે.
કોરોના રસીકરણની વાત કરીએ તો, આજે રાજ્યમાં આજે કુલ 46,347 દર્દીઓનું રસીકરણ થયું છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 11,03,27,346 લોકોનું કોરોનું રસીકરણ કરવામાં આવ્યું છે.