શોધખોળ કરો

અમિત શાહ આજે ગુજરાત આવશે, ચાર દિવસ બેઠકોનો ધમધામટ જોવા મળશે

અમદાવાદઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે બપોરે ગુજરાત આવી રહ્યા છે. તેઓ રવિવાર સુધી ગુજરાતમાં રોકાણ કરશે. આગામી ડિસેમ્બર 2017માં રાજ્યમાં યોજાનારી સામાન્ય ચૂંટણી પૂર્વે જુદા જુદા ઝોન દીઠ પક્ષે સમીક્ષા બેઠકો યોજીને ચૂંટણીલક્ષી તંત્ર ગોઠવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેમાં શુક્રવારથી રવિવાર દરમિયાન સૌરાષ્ટ્ર ઝોનના તમામ જિલ્લાઓ, શહેરોના આગેવાનો સાથે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિત રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતિષ તથા સૌદાન સિંગ ઉપસ્થિત રહેશે. ચાર દિવસમાં પાંચ મહત્વની બેઠકોમાં કોર ગ્રુપની રવિવારે મળનારી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ હાજરી આપે તેમ સમજાય છે. ભાજપ પ્રદેશ પ્રવક્‍તા ભરત પંડયાએ જણૌવ્‍યું હતું કે, આવતીકાલે ૧૮થી ૨૦ નવેમ્‍બર દરમિયાન યોજાનારી સૌરાષ્‍ટ્ર ઝોનના જિલ્લા-મહાનગરની બેઠકો તથા ૨૧ નવેમ્‍બરે યોજનાર પ્રદેશ આગેવાન બેઠક અને વિધાનસભા પક્ષની બેઠકમાં રાષ્‍ટ્રીય સહ સંગઠન મહામંત્રીઓ સર્વ વી સતીષજી અને સૌદાન સિંગ વિશેષ ઉપસ્‍થિત રહેશે. પંડયાએ બેઠકોની વિગતો આપતા જણાવ્‍યું હતું કે, પ્રદેશ અધ્‍યક્ષ જીતુભાઈ વાધાણીની અધ્‍યક્ષતામાં તેમજ રાષ્‍ટ્રીય સહ સંગઠન મહામંત્રીઓ સર્વ વી સતીષજી અને સૌદાન સિંગની વિશેષ ઉપસ્‍થિતિમાં તથા મુખ્‍યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલની હાજરીમાં તા. ૧૮થી ૨૦મી નવેમ્‍બર દરમિયાન ગાંધીનગર ખાતે સૌરાષ્‍ટ્ર ઝોનના જિલ્લા-મહાનગરની પક્ષની સંકલન સમિતિની બેઠકો યોજાશે. જેમાં જિલ્લા-મહાનગર સંકલન સમિતિના અપેક્ષિત સભ્‍યો હાજર રહેશે. પંડયાએ જણાવ્‍યું હતું કે, ૨૧મી નવેમ્‍બરના રોજ રાષ્‍ટ્રીય અને પ્રદેશ પદાધિકારીઓની ઉપસ્‍થિતિમાં પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બપોરે ૩.૦૦ કલાકે પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા-મહાનગરના પ્રભારીઓની બેઠક પ્રદેશ અધ્‍યક્ષની અધ્‍યક્ષતામાં યોજાશે. ત્‍યારબાદ સાંજે ૬.૩૦ કલાકે મુખ્‍યમંત્રી અને નાયબ મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં તેમજ રાષ્‍ટ્રીય આગેવાનોની વિશેષ ઉપસ્‍થિતિમાં વિધાનસભા પક્ષની બેઠક યોજાશે. જેમાં રાષ્‍ટ્રીય પ્રદેશ હોદ્દેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખો, જિલ્લા-મહાનગરના પ્રભારીઓ, સાંસદો, ધારાસભ્‍યો તેમજ બોર્ડ-નિગમના ચેરમેન-વાઇસ ચેરમેન ઉપસ્‍થિત રહેશે. આ અગાઉ ૨૦મી નવેમ્‍બર રવિવારના રોજ સાંજે પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ કોર ગ્રુપની બેઠક યોજાશે. પંડયાએ જણાવ્‍યું હુતં કે, રાષ્‍ટ્રીય સહસંગઠન મહામંત્રી સૌદાન સિંગ ૨૦મીથી ૨૨ નવેમ્‍બર એમના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ બેઠકો ઉપરાંત મહેસાણા અને ગાંધીનગર જિલ્લાની સંગઠનની વિવિધ બેઠકોમાં માર્ગદર્શન આપશે.

ટોપ સ્ટોરી

નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
રાજ્યકક્ષાના પૂર્વ મંત્રીએ બંગલો ચમકાવવા નગરપાલિકાના ફાયર ફાઈટરનો કર્યો ઉપયોગ, વીડિયો વાયરલ થતાં મચ્યો હડકંપ
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજથી વકીલોની અચોક્કસ મુદતની હડતાળનું એલાન, ...તો રાજ્યની તમામ કોર્ટમાં કામકાજ ઠપ્પ થઈ જશે
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન
આજે મહેસૂલ કર્મચારીઓ માસ CL પર, 7 ઓક્ટોબરથી રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાળનું એલાન

વિડિઓઝ

Nigeria | નાઈજીરિયામાં સેનાનું વિમાન ક્રેશ, 32 લોકોના મોત
Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
અજય દેવગનની 'દ્રશ્યમ 3'એ મન્ડે ટેસ્ટ કર્યો પાસ, બસ બીજા 3 કરોડ કમાતા જ બનાવી દેશે વર્ષનો આટલો મોટો રેકોર્ડ
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
'વિપક્ષના નેતાનું નિવેદન ભ્રામક છે', ચૂંટણી પંચે રાહુલ ગાંધીના નિવેદનનું કર્યું ફેક્ટ ચેક
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
ફક્ત વ્યાજથી જ 3,00,000ની કમાણી, શાનદાર છે Post Officeની આ યોજના, જાણો સંપૂર્ણ ગણિત
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
'પુખ્ત વયની દીકરીઓને પોતાની સાથે રહેવા મજબૂર ના કરી શકે માતાપિતા,' અલ્હાબાદ હાઇકોર્ટની ટિપ્પણી
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
Post Office Schemes: પોસ્ટ ઓફિસની આ પાંચ શાનદાર યોજના, સુરક્ષિત રોકાણની સાથે કમાણીની 'ગેરન્ટી'
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
Embed widget