Amreli: નાની કુંકાવાવના ખેડૂતને 1 રૂપિયાની નોટિસ આપનારા PGVCLના મહિલા કર્મચારીની 100 કિમી દૂર બદલી
Amreli News: એક રૂપિયાની નોટિસ આપવા બાદલ પીજીવીસીએલમાં ફરજ બજાવતાં મહિલા કર્મચારીની કુંકાવાવથી રાજુલા ખાતે બદલી કરવામાં આવી.
Amreli News: અમરેલી જિલ્લાના કુંકાવાવ પીજીવીસીએલ દ્વારા નાની કુંકાવાવના ગ્રાહક હરેશભાઇ પોપટભાઈ સોરઠીયાએ ગ્રીન હાઉસ માટે લીધેલું હતું તે થોડા વર્ષ પેહલા રદ કરાવેલ હતું અને તેમાં શરત ચૂક થી એક રૂપિયો બાકી રહી ગયો હતો. આ બાકી એક રૂપિયો ભરવા માટે પીજીવીએસએલ દ્વાર નોટિસ આપવામાં આવી હતી. ખેડૂત પાસેથી એક રૂપિયો લેવા માટે 5 રૂપિયાની ટિકિટ લગાવવામાં આવી હતી. જેમાં ખેડૂતને એક રૂપિયો ભરવા લોક અદાલતમાં હાજર રહેવા નોટિસ આપી હતી.
આ મામલો મીડિયામાં ચમક્યા બાદ ખેડૂતનો એક રૂપિયો લોક અદાલતમાં પીજીવીસીએલ દ્વારા લેવામાં આવ્યો નહોતો. એક રૂપિયાની નોટિસ આપવા બાદલ પીજીવીસીએલમાં ફરજ બજાવતાં મહિલા કર્મચારીની કુંકાવાવથી રાજુલા ખાતે બદલી કરાઈ હતી, એટલેકે 100 કિમી દૂર બદલી કરવામાં આવી હતી.
એક રૂપિયાની ભરપાઈ કરવા ખેડૂત 28 કી. મી. બાઇક લઈને વડિયા નામદાર કોર્ટ પહોંચ્યા હતા. ખેતી કામ છોડીને મજૂરોને રઝળતા મૂકી ખેડૂત કોર્ટેમાં પહોંચ્યા હતા.બે-ત્રણ કલાક કોર્ટમાં હાજર રહેવા છતાં બાકી રકમ સ્વીકારવામાં આવી નહોતી. Pgvcl અધિકારીઓના આનાકાનિઓને લઈ ખેડૂતે જજ સાહેબ પાસે ન્યાય માંગ્યો હતો. જજ સાહેબ દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન ન કરવા pgvcl અધિકારીઓને ખખડાવ્યા હતા. Pgvclના અંગ્રેજ શાહી વલણમાં ખેડૂત માનસિક તણાવ અને હેરાનગતિનો શિકાર બન્યો હતા.