Arvalli : ઘરમાં ભેદી બ્લાસ્ટ થતાં યુવકનું મોત, મહિલા-બે બાળકી ઘાયલ
બ્લાસ્ટમાં એકનું મોત થયું છે. બે બાળકી સહિત એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે. બે બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હિંમતનગર લઈ જવાઈ છે. મૃતક યુવક તળાવમાંથી મળેલ શંકાસ્પદ વસ્તુ ઘરે લાવ્યો હતો.
![Arvalli : ઘરમાં ભેદી બ્લાસ્ટ થતાં યુવકનું મોત, મહિલા-બે બાળકી ઘાયલ Arvalli : A man died in blast at home, woman and two girl child injured Arvalli : ઘરમાં ભેદી બ્લાસ્ટ થતાં યુવકનું મોત, મહિલા-બે બાળકી ઘાયલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/28/30ee9b3a485d7dfeaaa4df8c0369b22e_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અરવલ્લીઃ શામળાજી (Shamlaji) ના ગોઢકુલ્લા ગામે ભેદી બ્લાસ્ટ(blast) થયો છે. બ્લાસ્ટમાં એકનું મોત થયું છે. જ્યારે બે બાળકી સહિત એક મહિલા ઇજાગ્રસ્ત થયા છે. બે બાળકીને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે હિંમતનગર (Himmatnagar) લઈ જવાઈ છે. મૃતક યુવક તળાવમાંથી મળેલ શંકાસ્પદ વસ્તુ ઘરે લાવ્યો હતો.
ઇજાગ્રસ્ત મહિલા શામળાજી સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાની તપાસ માટે શામળાજી પોલીસ ઘટના સ્થળે જવા રવાના થઈ છે. બ્લાસ્ટ થવાનું કારણ અકબંધ છે.
Navsari : પરણીત યુવકે 21 વર્ષીય યુવતીને લગ્ન કરવા માટે આપી ધમકી ને પછી તો યુવતીએ....
નવસારીઃ નવસારીના ખેરગામ ગામના યુવાને લગ્ન કરવા જબરદસ્તી કરી ધમકી આપતા યુવતીએ ગેળેફાંસો ખાઈની જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. ખેરગામની 21 વર્ષિય યુવતીએ ફાંસો ખાતા દુષપ્રેરણાની ફરિયાદ નોંધાઇ છે. બે પત્ની અને ચાર બાળકો હોવા છતાં એક તરફી પ્રેમમાં આરોપી સોહેલ મંગેરા યુવતીને લગ્ન માટે દબાણ કરતો હતો. યુવતીની આત્મહત્યા બાદ માતાએ આરોપી સોહેલ સામે દુષપ્રેરણાની ફરિયાદ નોંધાવી હતી. નવસારી ગ્રામ્ય પોલીસે આરોપી સોહેલ મંગેરાની ધરપકડ કરી છે.
આજે સુરેન્દ્રનગરમાં લખતર તાલુકાના ઓળક ગામની સીમમાંથી ગળે ફાસો ખાધેલી હાલતમા યુવકની લાશ મળી આવી છે. મૃતકના ખિસ્સા માંથી મોબાઇલ અને પાકીટ મળી આવ્યું. પાકીટમાં રહેલ આધારકાર્ડથી મૃતક નું નામ અને સરનામું જાણવા મળ્યું હતું. સુરેન્દ્રનગર રતનપર બાયપાસ વિસ્તારમાં રહેતા યુવાને લખતરના ઓળક ગામના વીડ વિસ્તારમાં આવીને ગળે ફાસો ખાઈને આપઘાત કર્યો હતો.
અન્ય એક ઘટનામાં સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલ એક કોમ્પલેક્ષમા વકીલ દ્વારા બાળકી પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. અંદાજે ૧૦ વર્ષની બાળકી જુબાની અર્થે આવી ત્યારે વકીલે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. ભોગ બનનાર બાળકીના પરિવારજનોએ શહેરના એ ડિવિઝન પોલીસ મથકે વકીલ વિરુધ ફરિયાદ નોંધાવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)