શોધખોળ કરો

Arvalli: રણેચીમાં લગ્નના વરઘોડામાં બબાલ, મહિલાઓને માર મારી દાગીના લૂંટાયાનો આરોપ

જિલ્લાના રાણેચી ગામમાં એક વરઘોડા દરમિયાન મહિલાઓ પર હુમલા કરાયાની ઘટના સામે આવી છે

Arvalli Varghoda News: અત્યારે રાજ્યમાં લગ્નની સિઝન ચાલી રહી છે, ઠેર ઠેર લગ્ન પ્રસંગો યોજાઇ રહ્યાં છે, પરંતુ અરવલ્લી જિલ્લામાં ફરી એકવાર લગ્નનો ખુશીનો પ્રસંગ બબાલનો પ્રસંગ બની ગયો છે. જિલ્લાના રાણેચી ગામમાં એક વરઘોડા દરમિયાન મહિલાઓ પર હુમલા કરાયાની ઘટના સામે આવી છે. ખરેખરમાં વાત એમ છે કે, અરવલ્લી જિલ્લાના રણેચી ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન વરઘોડા નીકળ્યો હતો, જેમાં કોઇ અગમ્ય કારણોસર બબાલ શરૂ થઇ જતાં મારામારીની ઘટના સર્જાઇ હતી, આ ઘટના દરમિયાન મહિલાઓ પર હુમલો કરાયો હોવાની વાત સામે આવી છે, એટલું જ નહીં હુમલામાં દાગીના લૂંટી લીધાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ બાયડ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

યુવકના ફેસબૂકમાં આરતીનો મેસેજ આવ્યો અને પછી...

સાવરકુંડલા તાલુકાના ચરખડિયા ગામનો ખેડૂત યુવક હનીટ્રેપમાં ફસાયો હતો.  એક મહિલા સહિત આઠ ઈસમો  સામે સાવરકુંડલા ટાઉન પોલીસમાં ગુનો નોંધાયો છે.  પોલીસની ઓળખ આપી પૈસા પડાવવા આવેલી ગેંગ યુવકના ગામમાંથી પલાયન થઈ છે.  સાવરકુંડલા તાલુકાના ચરખડિયા ગામના ખેડૂત યુવકના ફેસબૂક મેસેન્જરમાં આરતી નામની મહિલાનો મેસેજ આવ્યો હતો. 

યુવકને તેમની કારમાંથી ઉતારી પાછળ બેસાડી તેના હાથમાં હથકડી પહેરાવી

હનીટ્રેપમાં ફસાયેલો યુવક યુવતી સાથે વાત કરવા લાગ્યો હતો ત્યારે આ મહિલા હાથસણી રોડ ઉપર આ યુવકને મળી હતી ત્યારે આ યુવક ધારગણી તરફ જતો હતો તે દરમિયાન આ યુવતીએ ખોડીના પાટિયા સુધી મૂકી જવાની વાત કરતા યુવકે ગાડીમાં બેસાડી હતી.  પાંચ કિલોમીટર દૂર પહોંચતા ચાર ફોરવ્હીલ આવી હતી. ત્રણ ગાડીમાંથી છ જેટલા લોકો નીચે ઉતરી યુવકની કાર પાસે આવી પહોંચ્યા હતા.  આ યુવકને પોલીસ હોવાની ઓળખ આપી તેમણે પોલીસ હોવાના આઈડી બતાવ્યા હતા. બાદમાં યુવકને ધમકાવીને તારી ગાડીમાં દારૂ ભરેલો છે તેવો રોફ જમાવીને ગાડી ચેક કરવા લાગ્યા બાદમાં મહિલાને બીજી ગાડીમાં બેસાડી દીધી હતી. આ યુવકને તેમની કારમાંથી ઉતારી પાછળ બેસાડી તેના હાથમાં હથકડી પહેરાવી દીધી હતી. યુવકને ગાળો આપી રેપના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી ગેંગ દ્વારા યુવક પાસેથી છ લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી. 

પોલીસને જાણ કરતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો

અંતે ત્રણ લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી.  ફરિયાદી પાસે પૈસા ન હોય માટે જમીનના 7/12 ઉપર અન્ય વ્યક્તિ પાસેથી પૈસા લઈને આપવાની વાત કરતા આ લૂટરુ ટોળકી સહમત થઈ હતી. આ ગેંગ યુવકના ગામ ચરખડિયા આવી હતી.  ફરિયાદીએ ચાલાકી વાપરી પોતાના ઘરની દીવાલ કૂદી નાસી છૂટ્યો હતો.  અન્ય વ્યક્તિના મોબાઈલમાંથી આજ ગામના સાંસદ નારણ કાછડીયાને કોલ કરી આપવીતી જણાવતા સાંસદે તાત્કાલિક પોલીસને જાણ કરતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોંચ્યો હતો. લૂંટારૂ ટોળકીને પોલીસ આવી ગઈ હોવાની જાણ થઈ જતા ટોળકી પલાયન થઈ ગઈ હતી.  બાદમાં યુવકે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત આઠ વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Spain floods : સ્પેનમાં જળપ્રલયમાં અત્યાર સુધી 200થી વધુ લોકોના મોત, જુઓ અહેવાલGay Gohari Mela 2024 : દાહોદમાં ગાય ગોહરીની અનોખી પરંપરા, લોકો ગાય નીચેથી થાય છે પસારAhmedabad Crime : નવા વર્ષે અમદાવાદમાં 2 યુવકોની હત્યાથી ખળભળાટ, જુઓ સંપૂર્ણ અહેવાલJ&K Encounter:અઢી વર્ષ બાદ આતંકીઓ અને સેના વચ્ચે અથડામણ, જુઓ LIVE અપડેટ્સ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દિવાળી પર લોકોએ ધૂમ ખરીદી કરી, 4,25,00,00,00,000 નો વેપાર થયો, હવે લગ્નસરાની સીઝન પર નજર
દાહોદ જીલ્લામાં બેસતા વર્ષની અનોખી ઉજવણી, પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા ‘ગાય ગોહરી’ મેળો
ગાય ગોહરીનો મેળો: દાહોદની પશુધન પ્રત્યે કૃતજ્ઞતાની અનોખી પરંપરા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
રશિયા પહોંચતા જ કિમ જોંગ ઉનની એલીટ આર્મીનું સુરસુરિયું! યુક્રેને 40 સૈનિકોને મારી નાખ્યા
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
20 બેઠકો પર બદલાઈ જશે હરિયાણા ચૂંટણીના પરિણામો? કોંગ્રેસ લેવા જઈ રહી છે આ મોટું પગલું
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Anantnag Encounter:અનંતનાગમાં બે એન્કાઉન્ટરમાં 3 આતંકી ઠાર,સર્ચ ઓપરેશન શરુ, શ્રીનગરમાં પણ એન્કાઉન્ટર ચાલુ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
Goverdhan Puja 2024: આજે ગોવર્ધન પૂજા પર આયુષ્માન અને સૌભાગ્ય યોગ,આ મુહૂર્તમાં કરો પૂજા, મળશે અનેક લાભ
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
KKRએ શા માટે IPL 2025 માટે શ્રેયસ અય્યરને રિટેન ન કર્યો? CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
વરસાદ બાદ હવે ઠંડી ભુક્કા બોલાવશે! આ તારીખથી દેશમાં ગાત્રો થીજવતી ટાઢ પડશે, તમામ રેકોર્ડ તૂટશે
Embed widget