(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતના આ જિલ્લામાં રાત્રે આઠ વાગ્યા બાદ ટ્યુશન ક્લાસિસ ચાલુ ન રાખવા કલેક્ટરનો આદેશ
અપહરણ અને હત્યાના વધતા જતાં ગુના રોકવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો હતો
પાલનપુરઃ અપહરણ અને હત્યાના વધતા જતાં ગુના રોકવા બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે મહત્વનો નિર્ણય કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા બાદ ટ્યૂશન ક્લાસિસ ચાલુ ન રાખવા કલેક્ટરે આદેશ કર્યો હતો. વિદ્યાર્થીઓની એકલતાનો લાભ લઈ અપહરણ તેમજ હત્યા જેવા ગુના રોકવા માટે આ આદેશ કરાયો છે. આ માટે જાહેરનામું પણ બહાર પાડ્યું છે. 9 ફેબ્રુઆરી સુધી જાહેરનામાનો અમલ કરવાનો રહેશે. જો કોઈ ટ્યૂશન સંચાલક જાહેરનામાનો ભંગ કરશે તો તેની સામે ગુનો નોંધાશે.
SURAT: લોકસભાની ચૂંટણીને લઇને સીઆર પાટીલનું મોટું નિવેદન, જાણો ઉત્તરાયણ પર કાર્યકર્તાને શું કરી અપીલ
સુરત: ઉત્તરાયણ પર્વને લઈ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપના તમામ કાર્યકર્તા આગેવાનોને એક અપીલ કરી છે. અબોલ પક્ષીઓના જીવ બચાવવા આગળ આવવા અપીલ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તરાયણના દિવસે કોઈ પક્ષીના જીવ ન જાય તે ખાસ ધ્યાન રાખો. સીઆર પાટીલ પક્ષીઓના જીવને જોખમ ન થાય એટલે પતંગ ચગાવતા નથી.
તો બીજી તરફ લોકસભાની ચૂંટણીને લઈને પણ સીઆર પાટીલે મોટું નિવેદન આપ્યું હતું. આગામી લોકસભામાં ગુજરાતની 26 માંથી 26 બેઠકો જીતીશું તેવો વિશ્વાસ પાટીલે વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રી મોદી અને જનતાના આશીર્વાદથી ગુજરાતમાં 156 બેઠકો જીત્યા છીએ. આગામી લોકસભામાં પણ જનતાના આશીર્વાદ મળશે.
ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં પતંગ ચગાવી
Uttarayan Festival 2023: દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે પોતાના પત્ની સાથે વેજલપુર વિસ્તારમાં ઉતરાયણની ઉજવણી કરી પતંગ ચગાવ્યો અને બે પતંગ કાપી પણ ખરી. વેજલપુર વિસ્તારના બળીયાદેવ મંદિર પાસે આવેલ વિનસ પાર્ક લેન્ડ એપાર્ટમેન્ટમાં અમીત શાહ પોતાના પત્ની સાથે ઉતરાણની ઉજવણી કરવા પહોંચ્યા હતા. જ્યાં તેમનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું.
સોસાયટીમાં ઊભા કરેલ પતંગ ફીરકીના સ્ટોરમાં ફીરકીની પૈસા આપી ખરીદી પણ કરી હતા. જે પછી બાજુમાં રહેલ શાકભાજીની લારી પરથી તેમની પત્નીએ ઊંધિયું બનાવવા માટેની સામગ્રીમાં ઉપયોગ થતી શાકભાજીની ખરીદી પણ કરી. બાદમાં પતંગ ચગાવવા માટે ટેરેસ પર પહોંચ્યા. અમિત શાહ અંદાજે અડધો કલાક જેટલો સમય ટેરેસ પર રોકાયા હતા. અમિત શાહ ટેરસ પર પહોંચતા આજુબાજુ ટેરેસ પર રહેલા લોકોએ તેમનું અભિવાદન ઝીલ્યું હતું. ટેરેસ પર અમીત શાહ સાથે એલિસ બ્રિજના ધારાસભ્ય અમીત શાહ અને સાબરમતીના ધારાસભ્ય હર્ષદ પટેલ વાતચીત કરતા જોવા મળ્યાં. બાદમાં ગૃહમંત્રીએ પતંગ ચગાવવાનો આનંદ પણ મળ્યો